જૂનાગઢમાં જાહેરનામા ભંગ બદલ અનેક દોઢ ડઝન વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાઈ

0

જૂનાગઢમાં ગેંડા રોડ ટેલીફોન એક્સચેન્જ પાસે મોટરસાયકલ ઉપર વિરપુર થી રાજકોટ આવેલ ભાઈ બહેન સામે પરવાનગી વગર જાહેરનામા ભંગ કર્યા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ગેંડા રોડ ઉપર ટેલિફોન એક્સચેન્જ પાસે રોહિત રમેશભાઈ મકવાણા તથા દિવ્યાબેન રમેશભાઈ મકવાણા વિરપુરથી મોટરસાયકલ નંબર જીજે-૧૧-સીએ ૭૫૨૭ લઈ જૂનાગઢ પરવાનગી વગર આવતા એ ડીવીઝન પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સી ડિવિઝન પોલીસમાં મધુરમ વિસ્તારમાં રાજસ્થાનથી જૂનાગઢ પરવાનગી વગર આવેલ ત્રણ લોકો સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સી ડિવિઝન પોલીસે ભૂટારામ નાયક, સુભાષ માંગીલાલ ચારણ, રામચંદ્ર મોહન રામ મુંડલ ચૌધરી સામે રાજસ્થાનથી જૂનાગઢ પરવાનગી વગર પહોંચી જાહેરનામા ભંગ કર્યા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સી ડિવિઝન પોલીસમાં જ વડોદરાથી જૂનાગઢ પરવાનગી વગર આવેલ ચાર લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સી ડિવિઝન પોલીસમાં લાડવા પરિવારનાં નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ લાડવા, શોભનાબેન નરેન્દ્રભાઈ લાડવા, ઉન્નતી બેન ધરમભાઇ, ધરમભાઇ નરેન્દ્રભાઈ લાડવા એમ કુલ ચાર એ લોકો બરોડા થી જૂનાગઢ પરવાનગી વગર પ્રવેશ કર્યા અંગેની વિગતો લઈ પોલીસે જાહેરનામા ભંગ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ભેસાણનાં ચુડા ગામે પરવાનગી વગર અરવલ્લીથી આવેલ નિખિલ અમિતભાઈ ખરાડી સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ હાર્દિક દિનેશભાઈ ગજેરા સામે અમદાવાદથી ભેસાણનાં ખંભાળિયા ગામે પરવાનગી વગર આવતા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જાહેરનામા ભંગ પરમાર પરવાનગી વગર પ્રવેશેલ નારણભાઈ મોહનભાઈ ગોહેલ હરિયાણા રાજ્ય જિલ્લાથી મેંદરડા તાલુકાના ચિરોડા ગામે આવી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વંથલી પોલીસમાં રાજેશભાઈ હરસુખ ભાઇ વાઢેર, રેખાબેન રાજેશભાઈ વાઢેર તાલુકો લોધીકા રાજકોટ વાળા સામે ઢોલરા થી વંથલીનાં કોયલી ખાતે પરવાનગી વગર પ્રવેશ કર્યા અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત માળીયાહાટીના પોલીસમાં મયંકના રાણાભાઇ મોરી સીમર ગામ ગીર સોમનાથ વાળા સોમનાથ જિલ્લામાંથી ચોરીછૂપીથી પાણીદાર ગામે ચેકપોસ્ટ ખાતે મળી આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી તો નારણભાઈ ભગવાનજીભાઈ મોરી તથા હમીરભાઇ કરસનભાઈ મોરી સામે સોમનાથ જિલ્લામાંથી ચોરીછૂપીથી પરવાનગી વગર પાણીધાર પોલીસ ચેકપોસ્ટ ખાતે મળી આવી, પોલીસે જાહેરનામા ભંગ તથા પરવાનગી વગર પ્રવેશ અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. રાકેશ કાનજીભાઈ પરમાર તથા કુલદિપ વીરાભાઇ પરમાર તથા માનસિંગ નારણભાઈ પરમાર સામે પણ ગીર સોમનાથમાંથી પરવાનગી વગર ચોરીછૂપીથી પાણી ધાર પોલીસ ચોકી પોસ્ટ ખાતે પહોંચતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.

error: Content is protected !!