જૂનાગઢ જીલ્લામાં ધો. ૧૦-૧રનાં પેપરની તપાસણી કામગીરી સંપન્ન

0

જૂનાગઢ જીલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ ૧રના પેપરની તપાસણી સફળતા પૂર્વક સંપન્ન થયેલ છે. ધોરણ-૧૦-૧ર સાયન્સ તથા સામાન્ય પ્રવાહનાં જુદા જુદા વિષયોના કુલ ૩.૬૦ ૪૯૮ પેપરો ચકાસીને તા. ૬ મે સુધીમાં તમામ ઉતરવહીઓ ગાંધીનગર શિક્ષણ વિભાગને મોકલી આપેલ છે. આ કામગીરી માટે ૧૭૯૯ જેટલા શિક્ષકોએ રોકાયા હતાં. દરેક મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રને ફયુમીગેશન કરી દરેક કેન્દ્ર ખાતે હેન્ડવોશ અને સેનીટાઇઝરની વ્યવસ્થા કરેલ હતી. સોશીયલ ડીસ્ટન્સ જળવાય તે હેતુથી એક રૂમમાં ફકત ર જ ટીમ બેસે તેવી વ્યવસ્થા કરાઇ હતી.  એસએસસીમાં કુલ ૬ કેન્દ્રો પૈકી ૪ કેન્દ્રો જૂનાગઢ સિવાયના સ્થળે લોકડાઉનના લીધે શિક્ષકોને પરિવહનની અગવડતા ન થાય તે હેતુથી કેશોદ, ભંડુરી તેમજ દિવરાણાથી શિક્ષકોની સંખ્યા અનુસાર જૂનાગઢ ખાતે પરીક્ષણ કાર્યની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. મેસવાણ ખાતે એચએસસી સામાન્ય પ્રવાહના સંસ્કૃત વિષયનું મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું પરંતુ વધારે શિક્ષકો જૂનાગઢ ખાતે રહેતા હોય, મેસવાણ ખાતેનું મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર જૂનાગઢ ખાતે તબદીલ કરેલ. ચાણકય હાઇસ્કૂલ, માળીયા ખાતે એચએસસી સામાન્ય પ્રવાહના ગુજરાતી, અને અંગ્રેજી વિષય માટે ર મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રો ફાળવેલ હતા, જે પૈકી એક કેન્દ્ર જૂનાગઢ તબદીલ કરી ગુજરાતી અને અંગ્રેજી વિષયની ઉતરવહીઓનું વિભાજન કરી જૂનાગઢ અને માળીયા એમ શિક્ષકોની અનુકુળતા અનુસાર ર મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં પેપર તપાસણીની કામગીરી કરવામાં આવેલ હતી. આજ રીતે જૂનાગઢ ખાતેથી એચએસસી સામાન્ય પ્રવાહના વિષયો સંસ્કૃત, અર્થશાસ્ત્ર, વાણીજય વ્યવસ્થાના પરીક્ષણ કાર્ય માટે કેશોદ ખાતે અલગ વ્યવસ્થા કરી પરીક્ષણ કાર્ય પૂર્ણ કરેલ હતું.

error: Content is protected !!