ખંભાળિયામાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ ઉજવાઈ

જામ ખંભાળિયા ખાતે અખંડ ભારતમાતાનાં વિરપુત્ર હિન્દુત્વ ધર્મરક્ષક મેવાડ નરેશ ક્ષત્રીય કુળભૂષણ મહાન રાષ્ટ્રવીર યોધ્ધા મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે જામનગર તથા દેવભૂમિ દ્વારકા રાજપૂત સમાજ જિલ્લા પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા, શહેર ભાજપ મહામંત્રી તથા જ્ઞાતિ અગ્રણી ઈન્દ્રજીતસિંહ પરમાર, યુવા અગ્રણી વનરાજસિંહ વાઢેર તેમજ મહેન્દ્રસિંહ જાડેજા (માનભા)એ મહારાણા પ્રતાપજીને પુષ્પઅંજલી અર્પણ કરી, જ્યોત પ્રગટાવીને જન્મજયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

Leave A Reply