વેરાવળ બંદરેથી ગયેલ આંધ્રપ્રદેશના ખલાસીનો વતનમાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ

0

વેરાવળ બંદરેથી આંધ્રપ્રદેશ વતનમાં ગયેલ પરપ્રાંતીય ખલાસીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. આ અંગે આંધ્ર સરકારે ગુજરાત સરકારને જાણકારી આપ્યા બાદ સ્થાનીક તંત્રએ સતર્કતાની કાર્યવાહી શરૂ કરી ત્રણ લોકોને કોરોન્ટાઇન કર્યા છે. લોકડાઉનના કારણે લાંબો સમય સુધી વેરાવળ બંદરમાં ચાર હજારથી વધુ પરપ્રાંતીય ખલાસીઓ ફસાયા હતા. આ તમામ ખલાસીઓની બંદરમાં લાંગરેલ ફિશિંગ બોટમાં જ રહયા હતા. દરમ્યાન વેરાવળ બંદર ઉપરથી ગત તા. ૨૮ એપ્રિલના રોજ આંધ્રપ્રદેશના ૭૭ ખલાસીઓ બસમાં વતન જવા નીકળ્યા હતા અને તા.૨ મે ના રોજ આંધ્રપ્રદેશ વતનમાં પહોંચતા ત્યાં મેડિકલ ચેકઅપ કરી કોરોન્ટાઇન કરાયા હતા. જયાં આ ખલાસીઓના નમુના લઇ કોરોનાના રીપોર્ટ કરાયેલ હતા. જેમાંથી ચીનથાપલી ગામના વતની મૈયપલ્લી રામુ રમૈયા ઉ.વ.ર૪ નામના ખલાસીનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ અંગે આંધ્રપ્રદેશ સરકારે ખલાસી વેરાવળ બંદરમાં કોની બોટમાં કામ કરતો અને કયાં રહેલ સહિતની વિગતો સહિતની જાણકારી ગુજરાત સરકારને આપી હતી. જેના આધારે સરકારના આદેશ બાદ સ્થાનીક આરોગ્ય અને પોલીસ વિભાગે કોરોના પોઝીટીવ આવેલા આંધ્રપ્રદેશના ખલાસીના સંર્પકમાં આવેલા સ્થાનીક બોટ માલીક સહિત ૩ લોકોને કોરોન્ટાઇન કર્યા છે.

error: Content is protected !!