કોરોનાનો સફળતાપૂર્વક સામનો કરવા જાતને સજ્જ કરો

0

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે ત્યારે ભારત સરકાર દ્વારા વિવિધ પગલાઓ આ વાયરસને ફેલાતો અટકાવવા લેવામાં આવી રહયા છે. લોકડાઉન, સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું, ઘરમાં જ રહેવું વગેરે.. પરંતુ હવે આપણે કોરોનાને આપણાથી દૂર રાખવાનો જા શ્રેષ્ઠ ઉપાય હોય તો તે આપણા શરીરની રોગપ્રતિકારક શકિત વધારવાનો, સરકારશ્રીનાં આદેશોનું પાલન કરવા ઉપરાંત આપણી રોગપ્રતિકારક શકિત મજબુત હશે તો ચોકકસપણે આપણે કોરોનાને મહાત કરી શકીશું.
અહીં કેટલાક સૂચનો રજુ કરવામાં આવ્યા છે જેનો અમલ કરવાથી નિશંકપણે આપની રોગપ્રતિકારક શકિત વધશે અને આપ કોરોના વાયરસનો સફળતાપૂર્વક સામજા કરી શકશો.
• રોજ સવારે ખુલ્લી જગ્યામાં બેસી ૩૦ થી ૪૦ મીનીટ પ્રાણાયામ અને યોગાસન કરો.
• દિવસમાં અનુકુળ સમયે રોજ ૩૦ મીનીટ ચાલવાનું રાખો.
• હાલમાં નિયમિતપણે આયુર્વેદિક ઉકાળો અથવા તો સારી કંપનીનું સુદર્શન ચૂર્ણ રોજ સવારે સેવન કરો.
• વિટામીન-સી તેમજ ઝીંક રોગપ્રતિકારક શકિત વધારે છે. આ માટે આંબળાનું ચૂર્ણ અથવા આંબળાનું જયુસ દિવસમાં બે વખત પીઓ. દિવસમાં બે વખત લીંબુનું પાણી પીઓ. વીટામીન-સી યુકત તાજા ફળોનું સેવન કરો. વીટામીન-સી તથા ઝીંકની કેપ્સ્યુલ કે ટેબ્લેટ પણ લઈ શકો છો.
• મેંદો અને ખાંડનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. જમવામાં તાજા પૌષ્ટીક સમતોલ આહાર લો., જમવામાં રોજ ર થી ૩ લસણની કળીનું સેવન કરો.
• સવારની ચા માં તજ, લવીંગ, એલચી, ફુદીનો, તુલસીના પાન, વગેરે નાખી ચાનું સેવન કરો.
• દિવસમાં બે વાર સાધારણ ગરમ પાણીમાં મીઠું નાખીને પાણીના કોગળા કરો.
• દિવસ દરમ્યાન ૭ થી ૮ વખત સાબુથી હાથને બરાબર ધુઓ, ખાસ કરીને કોઈપણ ખોરાક ખાતા પહેલા હાથને સાબુથી અવશ્ય ધુઓ.
• શરદી, કફ કે ઉધરસ કરે તેવો ખોરાક એવોઈડ કરો જેમ કે, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, દહીં તેમજ માવાવાળી કોઈપણ મીઠાઈ.
• કોરોનાથી સાવચેત રહો, ડરો નહી, નેગેટીવીટી આપણા શરીરની રોગપ્રતિકારક શકિતને નબળી કરે છે માટે પોઝીટીવ બનો, ઈશ્વર ઉપર શ્રધ્ધા રાખો.
• મનને કોરોનાનાં એકના એક વિચારમાંથી બહાર નીકળી અન્ય સારી આનંદ આપતી પ્રવૃતિ તરફ વળો.
ઈશ્વર કૃપાથી આ સમય પણ નીકળી જશે અને ફરી જનજીવન ધમધમતું થશે જ. ધીરજ રાખો.

error: Content is protected !!