કેશોદ તાલુકાનાં ચાંદીગઢ પાટીયા નજીક અકસ્માત : ૧ નું મૃત્યું

ખંભાળીયાનાં ટીંબળી ખાતે રહેતાં વિજયસિંહ જુવાનસિંહ જાડેજા એ પોલીસમાં આ કામનાં આરોપી મહિન્દ્રા કંપનીના ડમ્પર નં.જીજે ૩ર ટી ૯૯૭૬નાં ચાલક શક્તિસિંહ અજીતસિંહ જેઠવા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ કેશોદ બાયપાસ પ્રોફેસર એકેડેમીની સામે રોડ ઉપર સાઈડમાં પડેલ બ્રેકડાઉન થયેલ ટ્રક નં. જીજે ૧૮ એએકસ ૦૦૦૯ વાળાએ સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા બ્રેકડાઉન થયેલ ગાડીનાં પાછળના ભાગે અથડાતા પોતાનું મોત નિપજાવી તેમજ ફરીયાદીને ઈજા કરી પુરઝડપે અને બેફીકરાઈથી વાહન ચલાવી ગુનો કરતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply