ગીરસોમનાથ એસીબીનાં ગુનાનાં આરોપીનાં જામીન સેસન્સ કોર્ટે ફગાવ્યાં

0

કોરોના વાયરસની સ્થિતિમાં એસીબીના સ્ટાફને લોકડાઉન વગેરેના અમલ માટે મદદે મોકલવાના ઉમદા નિર્ણયની મુળભુત કામગીરી ઉપર અસર ન થાય તે માટે એસીબી વડા કેશવકુમાર દ્વારા કાનુની જંગમાં લાંચીયાઓ ફાવે નહિ તે માટેનું અભિયાન અવિરત રહ્યું હોવાની ગવાહી પુરતી ગીર સોમનાથની એ ઘટના પ્રકાશમાં આવી છે. ગીર સોમનાથ એસીબી પો.સ્ટે.ગુ.ર.નં.૦ર/ર૦૧૯ના કામના આરોપી ભરતભાઈ સાજનભાઈ ગળચરે તેમના ભાઈની બીમારી સબબ ૪૦ દિવસના પેરોલ (વચગાળાના જામીન) મળવા વેરાવળ સેસન્સ કોર્ટમાં કરેલી અરજી અંતે નામંજુર કરવામાં આવી છે. એસીબીનાં વડા કેશવકુમારે એક વાતચીત દરમ્યાન જણાવેલ કે લાંચકેસ કે બેનામી સંપતિના આરોપસર જેમની સામે ગુન્હા દાખલ થયા છે તેવા કોઈપણ આરોપી કાનુની જંગમાં ન ફાવે તે માટે કાયદાના તજજ્ઞોના માર્ગદર્શન મુજબ અભિયાન ચલાવી રહ્યું છે જેમાં વધુ એક વખત સફળતા સાંપડી છે.

error: Content is protected !!