કેશોદમાં પોલીસ સ્ટેશનમાં બર્થ-ડે પાર્ટી કરવા બાબતે બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

0

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈન મુજબ કડક અમલવારી કરાવવાં માટે પોલીસ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. પોલીસ દ્વારા ગાઈડ લાઈનનું પાલન ન કરવામાં આવતું હોય તો આવાં વ્યક્તીઓ વિરૂધ્ધ આઇપીસી કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. કોરોના વાયરસ સંક્રમણથી ફેલાતો અટકાવવા માટે લાગું કરવામાં આવેલ લોકડાઉનમાં તંત્ર દ્વારા નિયમિત ગુન્હા નોંધવામાં આવી રહ્યાં છે અને દંડ વસૂલ કરવામાં આવી રહ્યાં છે કોવીડ-૧૯ નાં વધતાં જતાં કેસોમાં કોરોના વાયરસને જાકારો આપવા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને તમામ અધિકારીઓ- કર્મચારીઓ દિવસ રાત જોયાં વગર યોધ્ધા બની લડી રહ્યા છે ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવતાં સામાન્ય નાગરિકોમાં રોષ ફેલાયો છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલનો જન્મ દિવસ હોય ત્યારે પોલીસ સ્ટેશનમાં જ ખુલ્લાં મેદાનમાં સરકારી ટેબલ પર કેક કાપી અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં કોવીડ-૧૯ની ગાઈડ લાઈનનું સરેઆમ ઉલ્લંઘન કરી જન્મદિન ઉજવવામાં આવેલ અને ફોટોગ્રાફ સ્ટેટ્‌સમાં અપલોડ કરી કાયદાનાં રક્ષકો કાયદો લાગું પડતો નથી એવો સંદેશો જાહેર જનતાને આપવામાં આવ્યો હતો. કેશોદ શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં ન આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે જુનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે કેશોદમાં કાફલા સાથે પહોંચી ચારેક વખત અડધો અડધો દિવસ સમય ફાળવી ગંભીરતાપૂર્વક પગલાં લીધાં છે અને ગાઈડ લાઈન ભંગ હેઠળ ગુન્હા નોંધવામાં આવ્યાં છે ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા જ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની ચિંતા કર્યા વગર અને મોં પર માસ્ક પહેર્યા વગર ચારથી વધારે વ્યક્તિઓ એકઠાં થઈ જન્મ દિવસ ઉજવવામાં આવેલ છે. કોરોના વાયરસ ની ભયંકર બિમારી વચ્ચે ગંભીર પરીસ્થિતીમાં કેશોદ પોલીસ સ્ટેશનમાં જન્મ દિવસની ઉજવણી કરનારાં પોલીસ કર્મચારીઓ અને જોડાયેલા સહકર્મચારીઓ સાથે કાયદેસરની કાર્યવાહી કરવા તટસ્થ તપાસ કરવા જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘે કેશોદ આવી સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરી હતી. જેમાં પોલીસ કર્મી દેવાભારાઈ તથા પ્રકાશ ડાભીને જીલ્લા પોલીસવડાએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનમાં જન્મદિવસ ઉજવણી કરવામાં આવી રહી હતી તે સમયે પીઆઈ, પીએસઆઈ સહીત દોઢ ડઝન જેટલા પોલીસ કર્મચારીઓનો ફોટો પણ જોવા મળી રહ્યો છે જે બાબતે પીઆઈ, પીએસઆઈની બદલીનાં ઓર્ડર પણ કરવામાં આવ્યો છે તેમજ અન્ય પોલીસ કર્મીઓ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવા અને માસ્ક ન પહેરવા બદલ તેઓની સામે પણ કેવા પગલાં લેવામાં આવશે તે પણ જોવાનું રહ્યું.

error: Content is protected !!