ગીર સોમનાથ જીલ્લાનું ધો.૧૨ સાયન્સનું પરીણામ ૬૯ ટકા આવ્યું

ગુજરાત રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ગઈકાલે જાહેર થયેલ ધો.૧૨ સાયન્સના પરીણામમાં ગીર-સોમનાથ જીલ્લાનું ૬૯.૩૮ ટકા પરીણામ આવેલ છે જે ગત વર્ષ કરતા એક ટકા જેવું ઉચું પરીણામ છે પરંતુ ચાલુ વર્ષે ગીર સોમનાથ જીલ્લામાંથી એક પણ વિદ્યાર્થી એ-૧ ગ્રેડ હાંસલ કરી શકયો નથી. આ અંગે ગીર સોમનાથ જીલ્લા શિક્ષણ વિભાગ તરફથી પરીણામની મળતી માહિતી મુજબ ગીર-સોમનાથ જીલ્લામાં ચાર કેન્દ્રોમાં ધો.૧૨ સાયન્સની પરીક્ષા લેવાયેલ હતી. જેમાં સૌથી ઉંચુ પરીણામ ઘુસીયા (ગીર)નું ૮ર.પ૭ ટકા જયારે સૌથી નીચું ઉનાનું પપ.૬૮ ટકા આવેલ છે. જયારે બાકીના બંન્ને કેન્દ્રોમાં કોડીનારનું ૬પ.ર૩ અને વેરાવળનું ૬૬.૦૮ ટકા આવેલ છે. ગીર સોમનાથ જીલ્લાના ચાર કેન્દ્રમાં ૧૭પ૭ વિદ્યાર્થીઓ પૈકી ૧ર૧૯ પાસ થયા છે, જયારે પ૩૮ નાપાસ થયા છે. ઘુસીયામાં પ૪પ વિદ્યાર્થીઓ પૈકી ૪પ૦ પાસ જયારે ૯પ નાપાસ થયા છે. કોડીનારમાં ૬૦૪ વિદ્યાર્થીઓ પૈકી ૩૯૪ પાસ જયારે ર૧૦ નાપાસ થયા છે. ઉનામાં ૩૭૦ વિદ્યાર્થીઓ પૈકી ૨૦૬ પાસ જયારે ૧૬૪ નાપાસ થયા છે. વેરાવળમાં ૩૪ર વિદ્યાર્થીઓ પૈકી રર૬ પાસ જયારે ૧૧૬ નાપાસ થયા છે. આમ, ગીર-સોમનાથ જીલ્લામાં કુલ ૧૭પ૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી. જેમાં એ-ર ઃ ૬, બી-૧ ઃ ૬૪, બી-૨ ઃ ૧૮૧, સી-૧ ઃ ૩૬ર, સી-૨ ઃ ૪૯પ, ડી ઃ ૧૧૧, ઇ-૧ ઃ ૦ વિદ્યાર્થીઓ પાસ થયેલ જયારે એન.આઇ. ઃ પ૩૮ વિદ્યાર્થીઓનું પરીણામ નબળુ આવેલ હોવાનું જાણવા મળેલ છે.

Leave A Reply