કોરોના લોકડાઉનમાં ડીઝીટલ પ્લેટફોર્મથી ૩ કરોડ ભાવિકોએ સોમનાથ દાદાનાં ઘરબેઠા દર્શન કર્યા

0

સમગ્ર વિશ્વ કોરોના મહામારીને કારણે લોકડાઉન જડબેસલાક જડાયું છે અને સમગ્ર દેશનાં ધાર્મિક સ્થાનો યાત્રીકો માટે પ્રવેશ બંધ છે ત્યારે વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પણ ૧૯ માર્ચની સંધ્યા આરતી બાદ દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પ્રવેશ બંધ છે. મંદિરમાં માત્ર પૂજા અને આરતી નિયત સ્ટાફ દ્વારા કરાય છે. સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાનાં જણાવ્યા અનુસાર ભકતો ભગવાન સાથે જાડાઈ શકે તે માટે ટ્રસ્ટ તરફથી સોશ્યલ મીડીયા માધ્યમથી અનેકવિધ સુવિધાઓ ઉભી કરાઈ છે. ત્રણ વખતની આરતીનું દરરોજ પ્રસારણ વોટ્‌એપ, ડીઝીટલ પ્લેટફોર્મથી લાઈવ પ્રસારણ થાય છે જેનો લોકડાઉન પીરીયડમાં ત્રણ કરોડથી વધુ ભાવિકોએ લાભ લીધો છે. તાજેતરમાં જ દેશનું કદાચ પ્રથમ અને રાજયમાં પ્રથમ સોમનાથ ટ્રસ્ટે ગુગલ ડયુસોઝ મારફતે ઓનલાઈન વીડિયો કોલીંગ ઈ પૂજા શરૂ કરી છે.  જેમાં ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ વીડીયો કોલીંગથી ઈ સંકલ્પ કરાવાય છે. જેમાં સવારે ૮થી સાંજનાં ૬ સુધી આ સંકલ્પ પૂજા કરાવાય છે. જેમાં દરરોજ રપ થી ૩૦ ભકતો અત્યાર સુધી લાભ લઈ ચૂકયા છે જેનો પ્રારંભ ટ્રસ્ટનાં અધ્યક્ષ-પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે તેમનાં ગાંધીનગર નિવાસસ્થાનેથી કર્યો ત્યારબાદ જુદા-જુદા દિવસોએ રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, કથાકાર રમેશભાઈ ઓઝા, ભારતનાં સુપ્રસિધ્ધ ગાયક કેલાસ ખેર, ગાયક જીજ્ઞેશ કવિરાજ, ગાયિકા ગીતા રબારી, ગાયક મનહર ઉધાસ તેમજ લંડનનાં અનિતા પટેલ અને કેનેડા સહિતનાં દેશોનાં લોકોએ આ સીસ્ટમથી પૂજા સંકલ્પ, દર્શન, પૂજા, અર્ચન કરાવ્યા છે એટલું જ નહી ઈ સંકલ્પ ઓનલાઈન વીડીયોકોલીંગ પ્રથાને એટલો પ્રતિસાદ મળ્યો છે કે હાલ જે એક જ ભકતની એટે સમય સંકલ્પ કરાવી શકાય છે તેમાં કેમેરાનો બીજા સેટ ગોઠવવા પ્રયત્નનશીલ છીએ જેથી ભકતોનું વેઈટીંગ લીસ્ટ અટકે અને એકી સાથે મંદિરમાં બે ભકતોને અલગ-અલગ કેમેરાથી સંકલ્પ કરાવી તેઓનો મનોરથ પુરૂ કરી શકાય.

કઈ રીતે આ વિધીમાં જાડાઈ શકાય ?
વિજયસિંહ ચાવડા જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ કહે છે ટ્રસ્ટની વેબ સાઈટ ઉપર ઓનલાઈન વીડીયોકોલ પૂજાવિધીની માહિતી ઉપલબ્ધ છે. અને તે માન્ય થતા પૂજાવિધી સંકલ્પ કરાવનાર ભકતને પોતાને ઘેરે પવિત્ર જળલોટો, ચમચી અને પોતાનો વિડીયો મોબાઈલ સાથે અગાઉથી તૈયાર રહેવા સૂચના અપાય છે અને વોટસઅપ વીડીયો રીસીવ થાય કે તુરત જ રીસીવ કરે એટલે સોમનાથ જયોતિલિંગ પૂજા વિધિ સંકલ્પ પૂજારી મંત્રોચ્ચાર સાથે સંકલ્પ કરાવે છે જે પાંચથી સાત મીનીટ હોય છે અને શિવભકતો પોતાને ઘેરે પોતાના મોબાઈલમાં રેકોર્ડીંગ પણ કરી પૂણ્યસ્મૃતિ જાળવી શકે છે.

 

error: Content is protected !!