પોસ્ટ વિભાગ દ્વારા કોરોના યોદ્ધાઓને શ્રદ્ધાંજલીરૂપે સ્પેશીયલ કેન્સલેશન બહાર પાડશે

0

જૂનાગઢ ટપાલ વિભાગ દ્રારા કોરોના યોદ્ધાઓને શ્રદ્ધાંજલીરૂપે સ્પેશીયલ કેન્સલેશન બહાર પાડશે. તા.૧૮થી ૨૨ મે સુઘીના બઘા આવક અને જાવક સ્પીડ પોસ્ટ આર્ટીકલ પર સ્પેશીયલ કેન્સલેશન લગાવવામાં આવશે. કોરોના વાઈરસે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે.ભવિષ્યમાં આ ઘટના યાદ રહે અને તેની ઉજવણી થાય એ માટે પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલીરૂપે સ્પેશીયલ કેન્સલેશન બહાર પાડવામાં આવશે. ફીલાટેલીના શોખમાં સ્પેશીયલ કેન્શલેશન ખૂબ જ મહત્વ ધરાવે છે. તેમજ તે ફિલાટેલીક મૂલ્યનું શ્રેષ્ઠ વહન કરે છે. રાષ્ટ્રના આ અજ્ઞાત કોવિડ-૧૯ લડવૈયાઓનો વિવિધ રીતે આભાર માનવામાં આવી રહ્યો છે. જે અન્વયે રાજયની પોસ્ટની મુખ્ય કચેરીઓમાંથી તા.૧૮ થી તા.૨૨ મે સુધીના તમામ આવક અને જાવક સ્પીડ પોસ્ટ આર્ટીકલ ઉપર સ્પેશીયલ કેન્સલેશન લગાવવામાં આવશે. ટપાલીઓ આવશ્યક સેવાઓ પહોંચાડવામાં માટે અથાક કાર્ય કરી રહયા છે. આ સ્પેશીયલ કેન્સલેશન સમુદાયની તેમના જીવના જોખમે પણ તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટેનું અભિવાદન કરવામાં આવ્યું છે.  આ કોવિડ-૧૯ લડવૈયાઓ આ કોરોનાની મહામારીમાં જીવના જોખમે કાર્ય કરી રહ્યા છે. લોકડાઉન ને કારણે મોટા ભાગના લોકો ઘરે હોય ત્યારે, પોસ્ટમેન, પોલીસકર્મીઓ, નર્સો, સફાઈ કામદારો વગેરે કોરોના વાયરસને અટકાવવા માટે ચોવીસ કલાક કામ કરી અને લોકોની સુરક્ષા અને સેવા માટે કામ કરી રહ્યા છે.

error: Content is protected !!