જૂનાગઢ : લઘુ ઉદ્યોગોનો સને ર૦ર૦-ર૧નાં વર્ષનો મિલકત વેરો માફ કરવા માંગ

0


વૈશ્વિકરણ અને મુકત અર્થતંત્રનાં માહોલમાં લઘુ ઉદ્યોગકારો પોતાનાં માટે સતત ઝઝુમી રહ્યા હતા અને ચિંચિત હતા ત્યારે આવા કપરા સમયમાં કોરોના કોવિડ-૧૯ની મહામારીને કારણે લોકડાઉનનાં સરકારના તમામ આદેશોનું એક પ્રતિષ્ઠિત નાગરિક તરીકે લઘુ ઉદ્યોગકારોએ પાલન કરેલ છે. પોતાના ઉદ્યોગો સદંતર બંધ રાખીને કામદારોને વેતન ચુકવેલ છે તેમજ માનવતાની દ્રષ્ટિએ રાશન પાણી પણ પુરા પાડવામાં આવેલ છે. તા.ર૦-૪-ર૦થી લોકડાઉનમાં આંશીક છૂટછાટમાં આવશ્યક સેવા હેતુનાં ઉદ્યોગને કડક નિયમો સાથે ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવેલ. પરંતુ કામદારોની અછત, કાચા પાકા માલની અછત અને ટ્રાન્સપોર્ટની સુવિધાનાં અભાવનાં કારણે ઉદ્યોગો ગોકળ ગાયની ગતિએ ચાલુ થયેલ છે અને ના છૂટકે નહી નફો નહી નુકશાન ધોરણે ઉદ્યોગો ચાલુ રાખવા મજબુર બનેલ છે. હવે લોકડાઉન-૪ તા.૩૧-પ-ર૦ સુધી લંબાવવામાં આવેલ છે. ત્યારે કોરોના મહામારીનાં કપરા સમયમાં ઉદ્યોગો મૃતઃપાય અવસ્થામાં આવી ગયેલ છે. લઘુ ઉદ્યોગો મોટામાં મોટી રોજગારી પુરી પાડે છે. તેમજ તેને આનુસંગીક નાના મોટા વેપારીઓ પણ નભે છે. તેથી જૂનાગઢને ફરીને ધમધમતુ કરવા માટે જીલ્લામાં જીનીંગ મિલો તથા ઓઈલ મિલો તથા જીઆઈડીસી-રનાઉદ્યોગોને જીવંત કરવા અતિ આશ્યક છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગત બજેટમાં તમામ પ્રકારનાં મિલકત વેરામાં તોતિંગ વધારો કરેલ છે. જે મહાકાય વેરા હાલની પરિસ્થિતમાં ભયંકર નાણાભીડ વચ્ચે ઉદ્યોગકારો વેરા ભરવાને શકિતમાન નથી. જયારે ઉદ્યોગો ચલાવવા માટે ઉદ્યોગકારો સતત ચિંતિત છે ત્યારે ચાલુ વર્ષનાં મહાનગર પાલિકાનાં તમામ પ્રકારનાં વેરા માફ કરવામાં આવે તેવી લઘુ ઉદ્યોગ ભારતી જૂનાગઢનાં પ્રમુખ લાલજીભાઈ માવાણીએ જૂનાગઢ મહાનગરપાલિકાનાં કમિશ્નરને રજૂઆત કરી છે.
જૂનાગઢ જીલ્લાનાં શાસીત પદાધિકારીઓએ વેપારીઓની ઉદ્યોગકારોની સમસ્યા ઉકેલવા આગળ આવવા માંગણી કરી છે. વેપાર, ઉદ્યોગ જીવશે તો લોકો જીવશે. ૧ થી ૧પ વોર્ડનાં ભાજપનાં શાસીત તથા વિપક્ષોએ આ પ્રશ્ને સર્વાનુમતે ઠરાવ કરી રાહત આપવા માંગણી ઉઠી છે.

error: Content is protected !!