જૂનાગઢમાં ટ્રાફિકબ્રિગેડનાં જવાનને માર મારતાં ત્રણ સામે ફરીયાદ

જૂનાગઢમાં નાગર રોડ અંબીકા ચોક ખાતે રહેતાં અને ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતાં હાર્દિક મુકેશભાઈ ચુડાસમાએ પોલીસમાં ત્રણ શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે પોતાની કાયદેસરની ફરજમાં હતા તે દરમ્યાન આરોપીઓ ટુવ્હીલ રસ્તા ઉપર પાર્ક કરવાની ના પાડતાં આરોપી વિક્રમ મેર અને બે અજાણ્યા શખ્સે આવી ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને ગાળો બોલી આરોપી વિક્રમ મેરએ ફરીયાદીને ઝાપટ મારી ઝપાઝપી કરી ગર્ભીત ધમકી આપી ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી તેમજ મોઢે કોઈપણ પ્રકારનું કપડું કે માસ્ક નહીં બાંધી જાહેરનામાનો ભંગ કરતા જૂનાગઢ પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply