જૂનાગઢ જીલ્લામાં કોવીડ-૧૯ના ટેસ્ટ વધારીને વધુ સેમ્પલો લેવા હર્ષદ રીબડીયાની માંગણી

વિસાવદર વિધાનસભા મત વિસ્તારનાં કોંગ્રેસનાં ધારાસભ્ય અને વિરોધપક્ષ વિધાનસભાનાં ઉપદંડક હર્ષદ રીબડીયાએ રાજયનાં આરોગ્ય વિભાગનાં કમિશ્નરને એક પત્ર પાઠવી અને જૂનાગઢ જીલ્લામાં કોવીડ-૧૯નાં ટેસ્ટ વધારીને વધુ સેમ્પલો લેવા રજુઆત કરી છે. આ પત્રમાં જણાવેલ છે કે જૂનાગઢ જીલ્લામાં લોકોનાં આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં લઈ કોરોનાના ટેસ્ટીંગ હાલ ગોકુળગાય ગતીએ ચાલતુ હોય ત્યારે આ બિમારી ખતરનાક બીમારી છે જેને વધુમાં વધુ સરકાર અને આરોગ્ય વિભાગ ગંભીરતાથી ધ્યાને લઈને ભેંસાણ વિસાવદર સહીત જૂનાગઢ જીલ્લામાં કોવીડ-૧૯ના ટેસ્ટમાં વધારો કરી વધુમાં વધુ સેમ્પલ લેવામાં આવે, વધુમાં વધુ સુરક્ષાના સાધનો અને અન્ય સામગ્રી અને પુરતો સ્ટાફ આપવામાં આવે અને ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવે તેવી માંગણી કરી છે.

Leave A Reply