જૂનાગઢ જીલ્લામાં આજથી એસટી બસ સેવાનો થયેલો પ્રારંભ

0

ગુજરાત રાજયમાં આજ તા.ર૦મીથી પાંચ ઝોનમાં સવારનાં ૮ થી સાંજના ૬ કલાક સુધી નાગરીકોને પરિવહન સેવાઓ પુરી પાડવાની રાજયનાં મુખ્યમંત્રીશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત જૂનાગઢ એસટી વિભાગમાં પણ બસ સેવા શરૂ કરવાનાં ભાગરૂપે ગઈકાલે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જૂનાગઢ એસટી વિભાગનાં ડેપો મેનેજર
શ્રી વી.એલ.ચૌધરી દ્વારા યોજાયેલી આ બેઠકમાં એસટી કર્મચારી મંડળનાં પ્રમુખ ગભરૂભાઈ લાલુ તેમજ એસટી વિભાગનાં ત્રણેય કર્મચારી સંગઠનનાં હોદ્દેદારો અને કર્મચારી ભાઈઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને આજ તા.ર૦ થી એસટી સેવા શરૂ કરવા બાબતે વિચાર-વિમર્શ કરી આયોજન કરવામાં આવેલ હતું જે અંતર્ગત આજથી જૂનાગઢ જીલ્લામાં વિવિધ રૂટો ઉપર એસટીની સેવા મુસાફર જનતા માટે શરૂ કરવામાં આવી હોવાનું એસટી કર્મચારી મંડળનાં ઉપપ્રમુખ વી.કે.ભાદરકાએ જણાવ્યું હતું. વિશેષમાં આજે જૂનાગઢ એસટી બસ સ્ટેશન ખાતેથી વિવિધ રૂટો શરૂ કરાયા છે. વિશેષમાં આજરોજ સવારે એસટી બસ સ્ટેશન ખાતે એસટી વિભાગનાં તમામ કર્મચારીઓ દ્વારા લોકડાઉનનું પાલન અને જે નિયમો જારી કરવામાં આવ્યાં છે તે અંતર્ગત સંપૂર્ણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં આવે છે તેમજ માસ્ક પહેરી બસની સફાઈની તકેદારી રખાઈ હતી. અને મુસાફર જનતાને પણ માસ્ક પહેરવા જણાવવામાં આવેલ છે તેમજ મુસાફરોનાં સ્વાસ્થય માટે બસ સ્ટેશનમાં પ્રવેશ સમયે તેઓનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવી રહ્યું છે અને આ રીતે એસટી વિભાગ દ્વારા જાહેરનામાનાં નિયમ મુજબ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તકે એસટી કર્મચારી મંડળનાં ઉપપ્રમુખ વી.કે. ભાદરકા, ભાવેશભાઈ મહેતા તેમજ કર્મચારીઓ દ્વારા બસ રૂટ ચાલુ કરવાની વ્યવસ્થા ગોઠવી હતી.

error: Content is protected !!