આવતીકાલે જૂનાગઢ ભવનાથ ખાતે શનિજયંતિ સાદાઈથી ઉજવણી થશે

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે તા. રરને શુક્રવારનાં રોજ આવતી કાલે શની જયંતિની વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિને લઈ સાદાઈથી ઉજવણી કરવામાં આવનાર છે. મંદિરનાં મહંત તુલસીનાથ બાપુએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આ કોરોનામાંથી દુનિયા આખી મુકત થાય તે માટે શનિદેવનાં યજ્ઞ હવનનું આયોજન કરેલ છે. જેમાં સવારે પ વાગ્યે આ યજ્ઞનો પ્રારંભ થશે અને ૧૦ વાગ્યે પૂર્ણાહુતિ થશે. આ પ્રસંગે શનિભગવાનને કોરોનામાંથી બચાવવા પ્રાર્થના કરાશે તો સો ધર્મપ્રેમી જનતાએ પોત પોતાનાં ઘરે કાલે શનિદેવની પૂજા અર્ચના કરી આ કોરોનામાંથી વહેલી તકે મુકિત સમગ્ર વિશ્વને શનિદેવ અપાવે તેવી પ્રાર્થના કરવા અંતમાં જણાવ્યું હતું.

Leave A Reply