જૂનાગઢ જીલ્લામાં પેટ્રોલ પંપ સવારે ૮ થી સાંજના ૬ સુધી ચાલુ રહેશે

લોકડાઉન-૪ અન્વયે વિવિધ સેવાઓને લઇને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.જે અન્વયે તા.૧૮ મેના રોજ કલેકટર દ્વારા જાહરેનામું બહાર પાડવામાં આવ્યુ હતુ. આ જાહેરનામા સંદર્ભે સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ જિલ્લામાં પેટ્રોલ પંપ, ઉદ્યોગોનો સમય નક્કી કરાયો છે. આ સુધારા મુજબ જૂનાગઢ જિલ્લામાં ઉદ્યોગો તથા પેટ્રોલ પંપ સવારે ૮ થી સાંજના ૬ કલાક સુધી ચાલુ રાખી શકાશે. તેમજ તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી, દવાની દુકાન કોઇ પણ બાધ વગર ખુલ્લી રહેશે. ઉપરાત આંતર જિલ્લા આવન જાવન માટે આંતર જિલ્લા ચેક પોસ્ટ કાર્યરત રહેશે. જેમાં મેડીકલ ટીમ દ્વારા જે વ્યક્તિ અન્ય જિલ્લામાં પ્રવેશ કરવા માંગતી હોય તેની આરોગ્ય ટીમ દ્વારા ચકાસણી થશે. આ ઉપરાંત મૂળ જાહેરનામાં મુજબ જાહેર સ્થળોએ, કામના સ્થળોએ માસ્ક ફરજીયાત છે. સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનુ રહેશે.આ બાબતનુ ઉલ્લંઘન કરનાર રૂ. ૨૦૦ દંડને પાત્ર ઠરશે. આ બન્ને શરતોના ઉલ્લંઘન બદલની દંડની રકમ વસુલ કરવા પોલીસ હેડ કોન્સ્ટેબલ, કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને, જૂનાગઢ મનપા વિસ્તારમાં જૂનાગઢ મનપાએ નગરપાલીકા વિસ્તારમાં સંબંઘિત નગરપાલીકાએ તથા ગ્રામ પંચાયત વિસ્તારમાં તલાટી-કમમંત્રીને અધિકૃત કરવામાં આવ્યા છે.

Leave A Reply