જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ

0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ગીરની કેસર કેરીની બમણી આવક થઈરહી છે. લોકડાઉનમાં છુટછાટ મળતા ગીરની કેસર કેરી હવે બહાર જઈ રહી છે. જેના કારણે તેના ભાવમાં પણ વધારો જાવા મળી રહયો છે. માર્કેટીંગ યાર્ડમાં ૧૦થી ૧ર હજાર બોકસની આવક થઈ રહી છે. કેરીની આવક વધતા ભાવમાં પણ વધારો થયો છે. મણના રૂ. ૧ર૦૦ થી ૧૮૦૦માં ગીરની કેસર કેરી વેંચાઈ રહી છે. ગુજરાતમાં લોકડાઉનમાં છુટછાટ મળતા કેસર કેરીની નિકાસ વધી છે અને ગીરની કેસર કેરી બહાર જતી હોવાના કારણે તેની માંગ વધી છે. જયારે અમરેલી જીલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ કેરી બગડવાનો ભય સેવાઈ રહયો છે. જેને કારણે ખેડૂતો કેરીનો પાક ઉતારી યાર્ડમાં હરરાજીમાં આપી દે છે. આ વર્ષે યાર્ડમાં કેરીની સારી એવી આવક થઈ રહી છે. ત્યારે હજુપણ કેરીની આવક વધશે તેમ માર્કેટીંગનાં યાર્ડનાં સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.

# કેસર કેરી

error: Content is protected !!