૧૪ એપ્રિલથી ર૦ મે દરમ્યાન કુલ રૂ.૧,૬૧, ૪પ૦નો દંડ વસુલાયો

0

જૂનાગઢ સહિત સમગ્ર રાજયમાં કોરોના વાયરસની મહામારી સામે લોકડાઉન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને લોકડાઉનનો ભંગ કરનારાઓ સામે શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. જૂનાગઢ શહેરમાં પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા ૧૪ એપ્રિલથી ર૦ મે દરમ્યાન જાહેરનામાના ભંગ બદલ કરવામાં આવેલી કામગીરી અંતર્ગત રૂ.૧,૬૧,૪પ૦ની પેનલ્ટી વસુલ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.  જયારથી ભારત દેશમાં કોરોનાની મહામારીએ અજગર ભરડો લીધો છે ત્યારે જૂનાગઢ શહેરમાં અને જીલ્લામાં કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા માટેનાં અનેકવિધ પગલાઓ જૂનાગઢ જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ, મહાનગરપાલિકા તંત્ર દ્વારા લેવામાં આવી રહેલ છે. જૂનાગઢ શહેરમાં દરેક વોર્ડ માટે જુદી-જુદી ટુકડીઓ કાર્યરત કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ ફુડર્સ સેફટી અધિકારી ઉદય એલ નંદાણીયાનાં વડપણ હેઠળ કુલ ૩ ટીમ કાર્યરત છે અને ૧ થી ૧પ વોર્ડમાં આ ટીમ દ્વારા તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ ટીમમાં ર પોલીસ કર્મચારી અને ર મનપાનાં કર્મચારી ફરજ બજાવી રહ્યાં છે. આ ટીમને મનપાનાં કુલ ૧ થી ૧પ વોર્ડમાંથી ૧ ટીમને પ-પ વોર્ડની જવાબદારી આપી છે અને ત્યાં સઘન ચેકીંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટેનાં મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે તે મુજબ કાર્યવાહી દરેક વોર્ડમાં કરવામાં આવી રહી છે તેમજ જા કોઈ આ જાહેરનામાનો ભંગ કરે અને કાયદાનું ઉલ્લંઘન કરે તો તેની સામે શિક્ષાત્મક પગલા પણ લેવામાં આવી રહ્યાં છે. લોકડાઉનનાં કાયદા અંતર્ગત માસ્ક પહેરવું, સમયગાળો જાળવી રાખવો, ટોળામાં એકઠા ન થવું, સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવું વગેરે જેવા નિયમોનું પાલન કરવામાં આવી રહેલ છે અને જ્યાં કોઈ વેપારી કે અન્ય નાગરીકે આ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય તો તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ૧૪ એપ્રિલથી ર૦ મે દરમ્યાન કુલ રૂ.૧, ૬૧, ૪પ૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે આ કામગીરી અંતર્ગત ડીએમસી જયસુખભાઈ લીખીયા, આસિસ્ટન્ટ કમિશ્નર જયેશભાઈ વાજા દ્વારા પણ મનપાની આ ટીમને પુરતું માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવ્યો હતો. તેમ ફુડ સેફટી ઓફિસર ઉદય એલ.નંદાણીયાની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

# દંડ

error: Content is protected !!