આગામી ઈદનાં તહેવારને અનુલક્ષી જૂનાગઢમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ચાલૂ છે ત્યારે મુસ્લીમ સમાજ પવિત્ર રમઝાન માસ દરમ્યાન ઘરોમાં રહી બંદગી (પ્રાર્થના) કરી રહેલ છે અને રમઝાન માસ પૂર્ણ થવાને છે ત્યારે આગામી દિવસોમાં પવિત્ર ઈદનો તહેવાર આવી રહેલ છે જેના અનુસંધાને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઇ. જે.પી.ગોસાઈના અધ્યક્ષસ્થાને એક શાંતિ સમિતિની મીટીંગનું આયોજન હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનોની હાજરીમાં કરવામાં આવેલ જેમાં પી.આઈ. ગોસાઈએ સમાજના આગેવાનોને અપીલ કરતા જણાવેલ કે, ઈદના તહેવારના દિવસે મુસ્લીમ સમાજના ભાઈ-બહેનો આનંદથી ઉજવે પરંતુ વર્તમાન કોરોના મહામારી વચ્ચે સમાજના લોકો કોવિડ-૧૯ અન્વયે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન અવશ્ય કરે તે જરૂરી છે. મોટેરા ઉપરાંત નાના નાના બાળકો પણ બહાર નીકળતી વખતે માસ્કનો અવશ્ય ઉપયોગ કરે જ્યારે સિનિયર સિટીઝન બહાર ના નીકળે તે ઇચ્છનીય છે તેમજ તહેવારના અતિ ઉત્સાહમાં આવી લોકો ટોળારૂપે એકઠા ન થાય તે જરૂરી છે. ઉપરાંત સમાજના ધાર્મિક/સામાજિક/રાજકીય વડાઓને અપીલ કરેલ કે તેઓ આ અંગે મુસ્લીમ સમાજના બિરાદરોને વર્તમાન સમયમાં તહેવારના દિવસોમાં કોવીડ-૧૯ અન્વયે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા સમજાવે તે આપણા સહુના હિતમાં છે. ઉપરાંત સાંજના સાત વાગ્યાથી સવારના સાત સુધી સરકારના આદેશ મુજબ સંપુર્ણ લોકડાઉન( કરફ્યુ) રહેશે તેમ જણાવેલ હતું.
આ શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ પોતાના મંતવ્ય રજૂ કરી સહકાર આપવાની ખાતરી આપેલ. આ તકે પી.એસ.આઇ. એ.કે પરમાર, અગ્રણી અને વિરોધપક્ષના નેતા અદ્રેમાનભાઈ પંજા, બટુકભાઈ મકવાણા, અશરફભાઈ થઈમ, મુનાબાપુ (દાતાર વાળા), રજાકભાઈ હાલા, અશ્વિનભાઈ મણિયાર (એડવોકેટ) મુફ્‌તી મતીન, લતીફબાપુ કાદરી, જિશાન હાલેપૌત્રા (એડવોકેટ) તેમજ સોહેલ સિદ્દીકી સહિતના ઉપÂસ્થત રહેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #eid bethak

Leave A Reply