જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ,ભરતભાઈ કાંબલીયાના પુત્ર આનંદ કાંબલીયાનું અમેરિકામાં નિધન

જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભરતભાઈ કાંબલીયા અને જૂનાગઢ કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર નિરૂબેન કાંબલીયાના સુપુત્ર આનંદ કાંબલીયાનું અમેરિકા ખાતે કોરોના બીમારીને કારણે દુઃખદ અવસાન થતાં સોરઠીયા આહિર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. કોરોનાએ વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે અને અમેરિકામાં પણ હાહાકાર મચાવ્યો છે દરમ્યાન જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરતભાઈ કાંબલીયા તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાનાં પૂર્વ ડેપ્યુટી મેયર અને ભારતીય જનતા પાર્ટીનાં મહિલા પાંખનાં અગ્રણી શ્રીમતિ નિરૂબેન કાંબલીયાના સુપુત્ર આનંદ કાંબલીયા અમેરિકાનાં ફલોરીડા રાજયનાં લોસ એજલન્સમાં ઓસ્ટ્રેલીયન કાર કંપનીમાં જાબ કરતાં હતા અને તેમનાં પત્ની દક્ષાબેન કાંબલીયા તેમજ તેમના બાળકો અને પરિવારજનો સાથે રહેતાં હતાં. દરમ્યાન કોરોનાનાં રોગચાળાએ આનંદ કાંબલીયાનો ભોગ લીધો હતો. જયારે જૂનાગઢમાં સોરઠીયા આહિર સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews #anad kabaliya nidhan

Leave A Reply