સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ છેલભાઈ જાષીએ ૭૪મો જન્મ દિવસ ગુપ્તપ્રયાગમાં વૃધ્ધાશ્રમનાં વડીલો સાથે ઉજવ્યો

0

કોડીનારનાં વતની અને સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ છેલભાઈ એસ. જાષીએ તેમનો ૭૪મો જન્મ દિવસ ઉનાનાં પવિત્ર પ્રાચીન યાત્રાધામ ગુપ્ત પ્રયાગમાં આવેલ પૂ. મુકતાનંદ બાપુ પ્રેરી દાદાનું ઘર વૃધ્ધાશ્રમમા રહેતા પ૦થી વધુ વડીલ ભાઈ-બહેનોની સાથે સાદાઈપૂર્વક ઉજવેલ હતો. અને તમામ વડીલોનું પૂજન કરી ભોજન કરાવી આર્શિવાદ મેળવ્યા હતાં. છેલભાઈ જાષીનાં જન્મ દિવસ નિમિત્તે ગુપ્ત પ્રયાગ સેવા સમીતી, ગુપ્ત પ્રયાગનાં મહંત વિવેકાનંદ બાપુ સહીત સમગ્ર બ્રહ્મસમાજનાં આગેવાનો દ્વારા છેલભાઈ જાષીને શાલ ઓઢાડી ફુલહાર પહેરાવી સ્મૃતિ ચિહન આપી સન્માન કરેલ હતું.

error: Content is protected !!