જૂનાગઢમાં સામાન્ય બાબતે માર મારતાં ૧ સામે ફરીયાદ

0

જૂનાગઢમાં રાજીવનગર ગ્રોફેડ નજીક રહેતાં નિમેશભાઈ રાજુભાઈ ચૌહાણએ પોલીસમાં આ કામનાં આરોપી સુરા પરબત કોડીયાતર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપીએ ફરીયાદીનાં ઘરના સભ્યો જમવા બેસવાની તૈયારી કરતા હતા અને પોતાના ઘરનો પંખો ચાલતો ન હોય એટલે ઘરમાં એક બીજા સભ્યો મોટા-મોટા અવાજે વાતો કરતા હતા તે વખતે આરોપીએ ફરીયાદીનાં ઘરમાં આવી કહેલ કે તમે બધા મોટા અવાજે કેમ બોલો છો તેમ કહી ગાળો કાઢવા લાગતાં ગાળો દેવાની ના પાડતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ કાન ઉપર ઝાપટ મારી લાકડીનો એક ઘા ડાબા પગમાં મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

 

error: Content is protected !!