ડમરાળા ગામેથી જુગારનો અખાડો પકડી પાડતી ભેંસાણ પોલીસ

0

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચનાનાં અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાનાં માર્ગદર્શન મુજબ કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉન કરેલ હોય અને લોકડાઉનની આડમાં અમુક ઈસમો પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃત્તિ કરતા હોય જે નેસ્તનાબુદ કરવાની સુચના હોય જેનાં અનુસંધાને પોલીસ સબ ઈન્સ્પેકટર ડી.કે.ચૌધરી તથા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ડી.કે.ચૌધરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.જી.પરમારે સંયુકત બાતમીનાં આધારે ડમરાળા ગામની ઉગમણી સીમમાં વોકળામાં જાહેરમાં જુગાર રમી રમાડતાં ગોબરભાઈ ભીમજીભાઈ બાંભરોલીયા, સંજયભાઈ નગીનભાઈ ઝિઝુંવાડીયા, હિરેનભાઈ દલપતભાઈ ભટ્ટ, વલ્લભભાઈ શામભાજી ગોધાણી, અતુલભાઈ બાબુભાઈ સાવલીયા, કમલેશભાઈ ઉર્ફે ઘુઘાભાઈ જીલુભાઈ ધાંધલ, હરસુખભાઈ ભીખાભાઈ સાવલીયાને પકડી પાડી તેમની પાસેથી કુલ રૂ.ર,૭૬,૬૧૦નો મુદ્દામાલ ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જુગારધારા કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!