એસટી નિગમ માટે ખાસ આર્થિક પેકેજની જાહેરાત થાય તેવી કામદારોની માંગણી

0

ગુજરાત રાજય એસટી કર્મચારી મહામંડળ દ્વારા રાજયનાં મુખ્યમંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવી અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં એસટી નિગમનાં કર્મચારીઓ દ્વારા બજાવેલ ફરજ અંગે તથા નિગમનાં બાકી લેણા સત્વરે ચુકવાય તથા એસટી નિગમ માટે આર્થિક પેકેજની જાહેરાત કરવાની માંગણી કરવામાં આવી છે.  આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે રાજય સરકારનું સૌથી મોટું જાહેર સાહસ એવું એસટી નિગમ પણ આ મહામારીમાં રાજયની પ્રજાની મુશ્કેલીમાં મદદરૂપ થવા ખુબ જ મહેનત કરી પોતાનાં રાજય પ્રત્યેનું ઋણ ચુકવવામાં અગ્રેસર રહેલ છે. નિગમનાં દરેક અધિકારી/કર્મચારીઓને મુખ્યમંત્રી દ્વારા ખુબ પ્રેરણા મળેલ છે. જેમાં મુખ્યત્વે મુખ્યમંત્રી દ્વારા વારંવાર એવું કહેવાયેલ છે કે એસટી નિગમ કયારેય નફો ના કરી શકે કારણ કે નિગમ એ સેવાકીય સંસ્થા છે અને તેથી જ નફા કે નુકશાનનું ધોરણ રાખવું યોગ્ય ના કહેવાય. મુખ્યમંત્રી દ્વારા કહેવાયેલ આ વાતથી નિગમનાં દરેક કર્મચારીઓનાં જુસ્સામાં વધારો થયેલ છે. તેમજ નાણાં મંત્રી તરીકે નિગમને તથા નિગમનાં કામદારોની ખુબ જ ચિંતા રાખી આર્થિક બાબતે નિગમનાં હિતમાં નિર્ણય લીધેલ છે જેના કારણે પણ નિગમનાં કામદારોનો જુસ્સો વધેલ છે અને ખરા અર્થમાં નિગમ સામાજીક જવાબદારી નિભાવી અને માનવતાનું કાર્ય કરી રહેલ છે. નિગમ દ્વારા રાજયનાં ૯૯ ટકા વિસ્તારને આવરી લઈ ૮૦૦૦ વાહનોથી ૩૦ લાખથી વધુ કિમીનું રોજીંદુ સંચાલન કરી દરરોજ રપ લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરે છે. આ જ રીતે પાડોશી રાજયોમાં પણ જેમાં રાજસ્થાન રાજયમાં ૩૮ હજાર કીમી, મહારાષ્ટ્ર રાજયમાં ૪૦ હજાર કીમી, મધ્યપ્રદેશ રાજયમાં ૭ હજારથી વધુ કીમીનું દૈનિક સંચાલન કરી મુસાફરોને સેવા પુરી પાડી રહયું છે. નિગમ દ્વારા એક્ષપ્રેસ સર્વિસનું ભાડુ કીમી દીઠ રૂ. ૦.૮૧ પૈસા અને લોકલ સર્વિસનું ભાડુ કીમી દીઠ રૂ. ૦.૭૦ પૈસા સરકારની મંજુરી અનુસાર લેવામાં આવે છે. જયારે ખાનગી સંચાલકો દ્વારા આજ ભાડુ રૂ. ૧.પ૦ થી ર.પ૦ જેટલું લેવાય છે. નિગમ દ્વારા સરકારની મંજુરીથી વર્ષ ર૦૧૪માં ભાડામાં ઘટાડો કરેલ ત્યારબાદથી આજદિન સુધી ડીઝલ, ચેસીસ, બેટરી કે તેના જેવા સ્પેરપાર્ટસ દરોમાં ઘણો વધારો થયો હોવા છતાં નિગમ દ્વારા ભાડુ વધારેલ નથી. નિગમ તેનાં ૩૦ લાખથી વધુનાં રોજીંદા સંચાલન માટે ૬ લાખ લીટર ડીઝલનો વપરાશ કરે છે. અગાઉ નિગમને આ ડીઝલ પુરૂ પાડતી આઈઓસી કે એચપીસીએલ દ્વારા રાજયનાં સૌથી મોટા ખરીદદાર તરીકે અન્ય ડીલર કરતા વધુ ડીસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. સ્પેર પાર્ટસની કિંમતોમાં થયેલ ધરખમ વધારાને કારણે નિગમની આવક કરતા ખર્ચનો વધારો વધુ જાવા મળે છે. નિગમની આવી વિષમ પરિસ્થિતિમાં પણ નિગમનાં દરેક અધિકારી-કર્મચારીઓએ કોરોના મહામારી દરમ્યાન સરકાર દ્વારા આપેલ આદેશમાં પોતે બિમારીનો ભોગ બનશે, પોતાના વતનથી દૂર અને કુટુંબીજનોની ચિંતા જેવી બાબતો ગણકાર્યા વગર ફકત સેવાના આશયે અમદાવાદ ખાતે જુદા જુદા વિસ્તારોમાંથી શ્રમિકોને વતન જવા રેલ્વે સ્ટેશન પહોંચાડવા, આવા શ્રમિકોને તેમના વતનનાં રાજયની બોર્ડર સુધી પહોંચાડવા ૧પ હજાર વાહનો થકી પાંચ લાખથી વધુ શ્રમિકોની સેવા કરેલ છે. પોલીસ ડીપાર્ટમેન્ટ અને મેડીકલ સ્ટાફ માટે ૪૦૦ વાહનો સાથે સ્ટા ખડેપગે રહેલ, આ વ્યવસ્થા આજદિન સુધી ચાલી રહેલ છે. આજ રીતે અમદાવાદ એરપોર્ટ ખાતેથી વિદેશથી આવેલ એનઆરઆઈ, એનઆરજીને તેમનાં વતનનાં ગામે લઈ જવા ૭૦ જેટલા વાહનોથી વ્યવસ્થા કરવામાં આવેલ, આ ઉપરાંત રાજયનાં સૌથી વધુ શ્રમિકો જયાં કામ ધંધો કરે છે તેવા સુરત ખાતેથી રાજયનાં તેમના વતન માટે પ૮૦૦ બસો મારફત અંદાજે ૧૭પ૦૦૦ને તેમના વતન પહોંચાડવા ૧૮ કલાકથી વધુની એકધારી ફરજા બજાવી ખરા અર્થમાં નિગમનાં કર્મચારી-અધિકારીઓ કોરોના વોરીયર્સ સાબિત થયેલ છે. નિગમ દ્વારા રાજય સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ રાજયની જનતાને મુસાફર ભાડામાં રાહત આપે છે અને આવી યોજના હેઠળ ચલાવાયેલ સંચાલનથી નિગમને ઘણું મોટું નુકશાન ઉઠાવવું પડે છે. આમ છતાં નિગમ દ્વારા સામાજીક જવાબદારી નિભાવવાના ભાગરૂપે આવુ સંચાલન કરી ખોટના ખાડામાં ઉતરી રહેલ છે. સાથે સાથે સરકાર પાસેથી નિગમે લેવાના થતા લેણા સમયસર નહી મળવાને કારણે નિગમની પરિસ્થિતિ કઠીન બનેલ છે. જેમાં મુખ્યત્વે શૈક્ષણિક ખાતાનાં રૂ. ૧૧૦૦ કરોડ, વાહન વ્યવહાર ખાતાનાં રૂ. ૬૦૦ કરોડ, સમાજ સુરક્ષા ખાતાનાં રૂ. ર૦ કરોડ, સીસી વાહનોનાં રૂ. રપ કરોડ જેવા મળી કુલ રૂ. ૧૮૦૦ કરોડ બાકી લેતા છે જે પણ ઘણી મોટી રકમ કહેવાય. અને તે નહી મળવાને કારણે પણ નિગમની આર્થિક પરિસ્થિતિ વધુ કથળી હોવાની બાબતને નકારી શકાય નહી. અત્રે ઉલ્લેખનીય છે કે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ર૦૦૪માં જયારે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી હતાં ત્યારે નિગમનાં પ૦ હજારથી વધુ કર્મચારીઓ અને તેમના કુટુંબીજનોની ખુબ જ ચિંતા કરી નિગમને ખુબ મદદ કરી રાજયની પ્રજાની સેવા કરવાનો જામ અને જુસ્સો વધારેલ હતો. હાલ છેલ્લા બે માસથી વધુ સમયથી કોરોના વાયરસની મહામારીને કારણે લોકડાઉન કરવાનાં નિર્ણયથી નિગમ તેની રોજીંદી ૭ કરોડ જેટલી આવક ગુમાવી રહેલ છે. અને નિગમની આર્થિક પરિસ્થિતિ અતિ ગંભીર બનવા તરફ જઈ રહેલ છે ત્યારે સરકાર પાસેથી નિગમે લેવાના થતા બાકી લેતા સત્વરે ચુકવાય અને આ મહામારીને કારણે રાજયની મુસાફર જનતાની અવિરત સેવા કરતા ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ માટે નિગમનાં પ૦ હજાર કામદારો અને તેના કુટુંબીજનોને લક્ષ્યમાં રાખી કોઈ મોટા આર્થિક પેકેજની જાહેરાત થાય તેવી આશા નિગમનાં દરેક કામદારો રાખી રહયા છે તેવી રજુઆત જૂનાગઢ એસટી કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવી હોવાનું જૂનાગઢ એસટી કર્મચારી મહામંડળનાં મહામંત્રી દિલીપભાઈ રવૈયાની યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!