જૂનાગઢમાં ઓડ ઈવન પ્રથાનો અમલ નહી કરનાર વેપારીઓ વિરૂધ્ધ ગુનો દાખલ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર નીકળતા અટકાવવા માટે, માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા તેમજ સેનેટાઇઝરનો ઉપયોગ કરવા લોકોને જાગૃતિ લાવવા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેનાં ભાગરૂપે જૂનાગઢ જાહેરનામા મુજબ બજારમાં વેપારીઓ માટે ઓડ ઇવન પ્રથા અમલમાં લાવેલ છે તેમજ આ બાબતે જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, સહિતના અધિકારીઓએ માંગનાથ, પંચ હાટડી, દીવાન ચોક, ઢાલ રોડ, વિગેરે જગ્યા વિઝીટ કરી, વેપારીઓની સાથે ચર્ચા સમજાવટ કરી, એકી બેકી દુકાનોના ખુલ્લી બંધ રાખવા સહમતી સાધવામાં આવેલ હતી. ઉપરાંત છેલ્લા અઠવાડિયાથી પોલીસ દ્વારા શહેર વિસ્તારોમાં પોલીસ દ્વારા ઓડ ઇવનનો અમલ કરવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં, અમુક વેપારીઓ અમુક વિસ્તારમાં પોતાની દુકાનો દરરોજ ખોલતા હોવાની તથા લોકડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતી પોલીસને મળતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઇ આર.બી.સોલંકી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ જે.એચ.કચોટ, વી.આર.ચાવડા, એ.કે.પરમાર, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, એ.એસ.આઈ. રવિરાજસિંહ, હે.કો. વિક્રમસિંહ, અનકભાઈ, વનરાજસિંહ, દિનેશભાઈ, સુભાષભાઈ, સહિતની ટીમ દ્વારા કાળવા ચોક, મંગનાથ, પાંચ હાટડી, દીવાન ચોક, ચોકસી બજાર, છાયા બજાર, માલિવાળા રોડ, એમ.જી.રોડ, ઝલોરાપા, માંડવી ચોક, સર્કલ ચોક, ઢાલ રોડ, ઝાંઝરડા રોડ, ગાંધી ચોક વિગેરે જગ્યા આજ રોજ બેકી નંબરની દુકાન ધરાવતા વેપારીઓને ખુલ્લી રાખવાની હોય, એકી તારીખવાળા વેપારીઓએ પણ દુકાન ખુલ્લી રાખતા, તમામ આઠ થી દશ વેપારીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ હતા. ઓડ ઇવન પ્રથાનો અમલ નહીં કરતા તમામ વેપારીઓ વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદો દાખલ કરી ધરપકડ સહિતની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!