માંગરોળ તાલુકાના લોએજ ગામના નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

0

માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તા.૨૭-૦૫-૨૦૨૦ જેઠ સુદ પાચમના દિવસે નંદાણિયા પરિવારના રણમલભાઈ(પોચાભાઈ) ભીમાભાઈ નંદાણિયા કે જેઓ મહેન્દ્રભાઈ(સમાજ અગ્રણી)ના પિતાશ્રી થાય છે જેમનું હાર્ટ એટેકના કારણે દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે તેમજ હાલની દેશની વિકટ પરિસ્થિતિમાં પણ તેમના પરિવાર દ્વારા મૃતકના બન્ને ચક્ષુનુ દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આથી દિનેશભાઈ ચોચા(૧૦૮ ઈમરજન્સી એમ્બુલન્સ પાઈલોટ)દ્વારા શિવમ્‌ ચક્ષુદાન સલાહ કેંદ્ર આરેણાના સંચાલકને જાણ કરતાં લોએજ ગામના રાજેશભાઈ સોલંકી, હાર્દિકભાઈ વાળા તેમજ વિશાલભાઈ સોલંકી દ્વારા મૃતકના બંન્ને ચક્ષુ લેવામાં આવ્યાં હતા. આ બંન્ને ચક્ષુ આરેણા ગામના અરશીભાઈ વાળાએ વેરાવળ સ્થિત મુનિ સંત બાલાજી આઈ બેંકને પહોંચાડયા હતા. આ દુઃખદ પ્રસંગે પરિવારને સાંત્વના આપવા માટે લોએજ ગામના સરપંચ રવિભાઈ નંદાણિયા, આહિર સમાજના મોભી વાલીબેન નંદાણિયા તેમજ ગામના ગૌ શાળાના પ્રમુખ અને સામાજીક અગ્રણી મસરીભાઈ બામરોટીયા ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાત્મા રણમલભાઈ અને તેમના પુત્ર મહેન્દ્રભાઈ કે જેઓ સામાજીક અગ્રણી છે તેમજ લોએજ ગામમાં નેત્રનિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગનિદાન કેમ્પમાં પોતાનુ અમુલ્ય યોગદાન આપે છે અને માનવસેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે. લોએજ ગામમાં હાલ સુધી થયેલ ચક્ષુદાનમાં તેમનુ યોગદાન રહ્યું છે અને શિવમ્‌ ચક્ષુદાન આરેણાને ખુબ જ સારો સહકાર આપેલ છે. તેમણે તેમના પિતાશ્રીનું ચક્ષુદાન કરી માનવતાનું વધુ એક ઉદાહરણ પૂરૂ પાડ્‌યું છે. આ ઉપરાંત માંગરોળ અધ્યારૂ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પણ સહકાર અને મદદ કરવામાં આવે છે. નંદાણિયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્‌ ચક્ષુદાન ગૃપ-આરેણા, માંગરોળ જાયન્ટ્‌સ ગૃપ, વંદેમાતરમ્‌ ગૃપ-માંગરોળ, સરકારી હોસ્પિટલના આંખના સર્જન ધડુક, શ્રી ડુંગગુરૂ સ્થા. જૈન યુવક મંડળ-જૂનાગઢ, સ્વ.લક્ષમણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ દ્વારા બિરદાવવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!