જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી એસટીની વધુ સેવાનો પ્રારંભ

0

૪ તબક્કાનાં લોકડાઉન દરમ્યાન એસટીની સેવા સદંતર બંધ હતી. તેમાં ગત ચોથા તબક્કાનાં મધ્યાંતરે એસટીની લિમીટેડ સેવા સોશ્યલ ડિસ્ટન્સની જાળવણી સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ સરકાર દ્વારા અનલોક-૧ની માર્ગદર્શિકા બહાર પાડતાં આજથી જૂનાગઢ સહિત રાજયનાં એસટી ડેપો ધમધમી ઉઠશે અને વધારાની એસટી સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢનાં ડિવીઝનલ કંટ્રોલર શ્રી શાહે જણાવ્યું હતું કે જૂનાગઢનાં વિવિધ ડેપોની મળી સોમવારથી રપ૦ જેટલી બસનું સંચાલન કરવામાં આવશે. જૂનાગઢ ડેપો ઉપરાંત બાંટવા, જેતપુર, વેરાવળ, કેશોદ, માંગરોળ, ધોરાજી વગેરે ડેપોની બસ પણ દોડતી થશે. આ બસનું સંચાલન સવારનાં ૭ થી રાત્રીનાં
૮ વાગ્યા સુધીનું રહેશે.
કયાં ડેપોમાંથી કેટલી બસ દોડશે ?
જૂનાગઢ ડેપો ઃ જૂનાગઢથી દ્વારકા, સુરત, જામનગર, દીયોદર, અમદાવાદ, રાજકોટ, વેરાવળ, મેંદરડા વગેરે રૂટ ઉપર બસો શરૂ કરાઈ છે.
બાંટવા ડેપો ઃ બાંટવાથી અમદાવાદ, અમદાવાદથી બાંટવા, બાંટવાથી ગોધરા, ગોધરાથી બાંટવા જવાનાં રૂટ ઉપર બસ સેવા શરૂ કરાઈ છે.
જેતપુર ડેપો ઃ જૂનાગઢ, ઉના, બગદાણા, પોરબંદર, ઉપલેટા.
વેરાવળ ડેપો ઃ વેરાવળથી વડોદરા, ગાંધીનગર, સોમનાથ, ભાવનગર, મહુવા, વેરાવળની બસો શરૂ કરાઈ છે.
કેશોદ ડેપો ઃ કેશોદથી રાજકોટ અને માળીયાથી જામનગર.
માંગરોળ ડેપો ઃ માંગરોળથી અમદાવાદ, ભાવનગર અને રાજકોટ.
ધોરાજી ડેપો ઃ ધોરાજીથી ભાવનગર, જૂનાગઢ, આણંદ, મહુવા જવા માટે બસો શરૂ કરાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!