જૂનાગઢ શહેરમાં ઓડ-ઈવન પધ્ધતિ આજથી નાબુદ : વેપાર-રોજગાર માટેની અપાઈ વિશેષ છુટ

0

જૂનાગઢ સહિત રાજયભરમાં આજથી અનલોક-૧ના પ્રારંભ સાથે અનેક પ્રકારની છુટછાટો જારી કરવામાં આવી છે ત્યારે જૂનાગઢ શહેરમાં પણ મનપાનાં કમિશ્નર તુષાર સુમેરા દ્વારા વેપારીઓને છુટછાટો સાથે જૂનાગઢમાં તાજેતરમાં જ અમલમાં આવેલી ઓડ-ઈવન પધ્ધતિ નાબુદ કરવામાં આવી છે અને વેપારીઓને ખુશખુશાલ હાલતમાં રહી અને વેપાર-ધંધો પુરબહારમાં તેઓનો ખીલી ઉઠે તેવી શુભેચ્છા સાથે સામાજીક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની પણ અપીલ કરી છે અને વેપારીઓ પાસેથી નિયમોનું પાલન કરવાની અપેક્ષાઓ પણ રાખવામાં આવી છે. કોરોના મહામારીનાં સમયગાળા દરમ્યાન લોકડાઉનનાં ૪ તબક્કા જારી કરવામાં આવ્યા હતા અને આ દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વેપારીઓ માટે ખાસ ધંધા-રોજગાર કઈ રીતે ખુલ્લાં રાખવા તે અંગેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ હતું. સાવચેતીનાં પગલાંરૂપે જારી કરવામાં આવેલાં આ જાહેરનામામાં ઓડ-ઈવન પધ્ધતિ એટલે કે એકી-બેકી સંખ્યા અંતર્ગત દુકાનો ખુલી રાખવાની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ હતી. આ માર્ગદર્શિકા અંતર્ગત વેપારીઓમાં તીવ્ર અસંતોષ પણ જાવા મળ્યો હતો. તેમ છતાં સમજાવટ બાદ વેપાર-ધંધા-રોજગાર ખુલવા પામ્યા હતાં. હવે જયારે આજથી રાજયમાં અનલોક-૧નો પ્રારંભ થયો છે અને અનેક પ્રકારની છુટછાટો જારી થઈ છે ત્યારે જૂનાગઢમાંથી પણ જે વેપાર-રોજગાર માટે ધારા-ધોરણ નિયમો ઓડ-ઈવન અને એકી-બેકી સંખ્યા નક્કી કરવામાં આવી હતી તે આજથી દુર કરવામાં આવી હોવાનું મહાનગરપાલિકાનાં કમિશ્નર તુષાર સુમેરાએ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં આ તકે કમિશ્નરશ્રીએ જણાવેલ કે જૂનાગઢ શહેરનાં તમામ નાના-મોટા ધંધાર્થીઓ, વેપારીઓને તેઓનો ધંધો-વેપાર-રોજગાર પૂર્ણકળાએ વિકસે અને સારી રીતે ધંધા-રોજગાર આપણા શહેરમાં વધે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સાથે જ વેપારીઓ પાસે એવી અપેક્ષા પણ રાખી અને અપીલ પણ કરવામાં આવી છે કે કોવિડ-૧૯ અંતર્ગત સામાજીક સોશ્યલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન કરવું જરૂરી છે. આપણાં સૌની સુરક્ષા માટે અને સાવચેતી માટે નિયમોનું પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને વેપારીમિત્રો પણ મોઢે માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનાં નિયમોનું પાલન કરે ઉપરાંત સેનીટાઈઝ અંગેની પણ યોગ્ય વ્યવસ્થા કરે અને આ બાબતમાં વેપાર-વર્ગમાંથી પુરેપુરો સહકાર પણ પ્રાપ્ત થાય તેવી અપેક્ષા પણ વ્યકત કરવામાં આવી છે. ઉપરાંત શહેરમાં શરૂ થયેલા ગટરનાં પાઈપ લાઈન નાંખવા પ્રશ્ને પ્રજાએ સહકાર આપવા વિનંતી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!