ભવનાથ વિસ્તારમાં વનરાજાની લટારનાં દ્રશ્યો વારંવાર સર્જાય છે

0


જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં સિંહ પરીવારોની અવર જવર વધતી જઈ રહી છે અને રસ્તા ઉપર પસાર થતાં વનરાજા જાવા મળી રહયા છે. અને કોઈ કોઈ વ્યકિતઓએ વનરાજાની આ લાક્ષણીક અદાઓને કેમેરામાં કલીક પણ કરી લીધી છે.  કોરોના વાયરસનાં કારણે જૂનાગઢ સહીત દેશભરમાં ચાર તબકકાનું લોકડાઉન ચાલુ રહયું હતું. આ લોકડાઉન દરમ્યાન ધાર્મિક સ્થળો તેમજ ભવનાથ વિસ્તારમાં અવર જવર ઓછી રહી હતી તેમજ તમામ મેળાવડાઓ, ધાર્મિક પ્રસંગો વગેરે પણ બંધ રહયા હતાં. અને લોકોને મોટાભાગે સ્ટે એટ હોમમાં જ કરવામાં આવ્યા હતાં. અને ઘરમાં જ રહો અને સુરક્ષીત રહોની પરિસ્થિતિ વચ્ચે જાહેર સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ લોકોની અવર જવર સાવ ઓછી રહી હતી. આ દરમ્યાન ભવનાથ વિસ્તારમાં પણ લોકોની અવર જવર સાવ બંધ હોય જેને કારણે સુમસામ જેવો આ વિસ્તાર બની ગયેલ અને જેને લઈને ગિરનાર જંગલ વિસ્તારમાં રહેતા વન્ય પ્રાણી સિંહ, દિપડા સહીતનાઓ હિંસક પ્રાણીઓ બહાર નીકળી જતા હતાં. જા કે ભવનાથ વિસ્તારમાં તો પાજનાકા પુલની આજુબાજુનાં વિસ્તારમાંથી અવાર નવાર ઘુમતા હોવાનાં દ્રશ્યો કેમેરામાં કલીક થયેલા હોય છે ત્યારે વધુ એક દ્રશ્ય અત્રે પ્રસ્તૃત કરવામાં આવેલ છે તેમાં વનરાજનો પરીવાર ભવનાથ વિસ્તારમાં લટાર મારતો દેખાય છે. ભવનાથનાં મુખ્ય રસ્તાની અડીને જ આવેલા વિસ્તારમાં જાવા મળી રહેલ છે. હવે જયારે ગઈકાલથી અનલોક-૧નો પ્રારંભ થયો છે ત્યારે ઘણી બધી છુટછાટો મળવાની છે અને સંભવીત આગામી તા. ૮ જુનનાં રોજ ધાર્મિક સ્થળો પણ અમુક મર્યાદીત સમય માટે ખુલી જવાનાં છે ત્યારે ભવનાથ વિસ્તારમાં પણ લોકોની અવર જવર અને ચહલ પહલ વધી જવાની છે ત્યારે સંબંધીત વન વિભાગે આ બાબતે તાત્કાલીક અસરથી પગલા ભરવાની માંગણી પણ ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!