સોમનાથ મંદિરના દ્વાર તા.૮ જુનથી ભાવિકો માટે ખુલ્લા થશે

0

અનલોક-૧માં બે માસથી બંધ દેશના ધાર્મીક સ્થાનોના દ્વાર ભાવિકો માટે ખોલવાની કેન્દ્ર સરકારે શરતો સાથે મંજુરી આપી છે. જેના પગલે તા.૮ જુનને સોમવારથી જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે શરતોની આધીન ખોલવાની જાહેરાત મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. સોમનાથ મંદિરે આવનાર ભાવિકોએ સરકાર અને ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલ શરતોનું ચુસ્ત રીતે પાલન કરવુ પડશે. આ અંગે તમામ તૈયારીઓ મંદિર ટ્રસ્ટ દ્રારા શરૂ કરી દેવામાં આવી છે.
જગવિખ્યાત સોમનાથ મંદિરના દ્વાર તા.૮ જુનથી ખુલશે ત્યારે મહાદેવને શીશ ઝુકાવવા આવનાર ભાવિકોએ શરતોનું પાલન કરવુ પડશે. જે અંગે માહિતી આપતા મંદિરના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, સોમનાથ મંદિરની સાથે ટ્રસ્ટ હસ્તકના ભાલકા, શ્રી રામ, અહલ્યાકબાઇ, ભીડીયા, ગીતા મંદિરોના દ્વાર પણ ભાવિકો માટે તા.૮ જુનથી ખોલવામાં આવશે. ત્યારે સરકારની સુચના અને માર્ગદર્શન મુજબ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મંદિર-પરીસરમાં સોશ્યલ ડીસ્ટન્સન સહિત સર્તકતા જળવાય રહે તે માટે સ્થાનીક સુરક્ષા અને વહીવટી તંત્ર સાથે બેઠકમાં મંદિરમાં ભાવિકોના પ્રવેશને લઇ નિયમો નકકી કરાયેલ છે. જેમાં સોમનાથ મંદિર સવારે ૭ઃ૩૦ થી ૧૧ઃ૩૦ અને બપોરે ૧૨ઃ૩૦ થી ૬ઃ૩૦ સુધીના મર્યાદીત સમય સુધી ભાવિકો માટે ખુલ્લુ રહેશે. સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમ થતી આરતીમાં કોઇ ભાવિકોને પ્રવેશ આપવામાં નહીં આવે. તમામ ભાવિકોએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે, મંદિરમાં પ્રવેશ સમયે પોતાનું ટેમ્પરેચર ચેક કરાવવાનું રહેશે સાથે સેનીટાઇઝ ટનલમાંથી પસાર થવાનું રહેશે, મંદિર પરીસરમાં સોશ્યલ ડીસ્ટેન્સ જળવાય રહે તે માટે રાઉન્ડ કરવામાં આવ્યા છે જે મુજબ લાઇનમાં રહી મંદિરમાં જવાનું રહેશે, ભાવિકો બહારથી ફુલો, પ્રસાદી લઇને આવે તે મંદિરમાં નકકી કરાયેલ જગ્યાએ જ પધરાવવાના રહેશે, મંદિરમાં દર્શન કરતા સમયે ઉભા રહેવાના બદલ ભાવિકોએ સતત ચાલતા રહી શીશ ઝુકાવ્યા બાદ સીધુ બહાર નિકળવાનું રહેશે અને ખાસ ભીડ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. મંદિરમાં તા.૩૦ જુન સુધી ભાવિકો માટે હેલ્પ ડેસ્ક પણ કાર્યરત કરવામાં આવશે. આ સાથે પોલીસ સ્ટાફ પણ તૈનાત રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!