જૂનાગઢ સહિત રાજયનાં અને દેશનાં મંદિરો અને મસ્જીદો હવે ખુલવાની તૈયારીમાં : ભાવિકોમાં ઉત્સાહ

0

૬૦ દિવસથી લોકડાઉનની પરિસ્થિતિમાં અને કોરોના મહામારીના સંક્રમણને ખાળવા માટે જ્યાં ભીડ થતી હોય તેવાં જાહેર સ્થળોએ લોકોને એકઠા કરવા નહીં તેમજ મેળાવડાઓ મેળાઓ, ધાર્મિક મંદીરો, શાળા-કોલેજ સહિતનાં સ્થળો બંધ કરી દેવામાં આવેલ હતાં અને હવે જયારે ચાર તબક્કાનું લોકડાઉન પૂર્ણ થયા બાદ અનલોક-૧નો પ્રારંભ થયો છે ત્યારે આગામી તા.૮મી જુનનાં રોજ દેશભરનાં મંદિરોનાં દ્વાર હવે ભક્તજનો માટે ખુલ્લી જાય તેવી શક્યતા રહેલી છે અને ધાર્મિક સ્થળો દ્વારા પણ તેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.  નિત્ય દર્શનનો લાભ લેતાં અનેક ભાવિકો અને હજ્જારો શ્રધ્ધાળુઓની આસ્થા જ્યાં રહેલી છે તેવા જૂનાગઢ શહેરનાં અને જીલ્લાનાં તેમજ આસપાસનાં જીલ્લાઓનાં ધાર્મિક દેવસ્થાનોમાં પુજા-પાઠ સહિતની વ્યવસ્થા યથાવત રહી હતી. પરંતુ દર્શનાર્થીઓ માટે લોકડાઉનનાં કારણે પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો. પરંતુ મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલોની પ્રાર્થના જ્યારે પરમકૃપાળુ પરમાત્માએ ભક્તજનોની સાંભળી લીધી હોય અને તેનો સીધો આદેશ વહીવટી તંત્ર ઉપર પણ આવ્યો હોય તે રીતે હવે નજીકનાં દિવસમાં જ ધાર્મિક સ્થળો ખુલી જવાનાં છે ત્યારે ધર્મસ્થળોનાં ગાદિપતી, મહંત, શ્રીમહંત, પુજારી અને પુજા કાર્ય સાથે સંકળાયેલાં વેદાંતઓ આ અંગેની તૈયારીમાં પડી ગયાં છે. આગામી તા.૮ જુનથી ભાવિકો હવે દર્શનનો લાભ લઈ શકશે. તેને લઈને ભાવિકોમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. અક્ષર પુરૂષોતમ સ્વામી મંદિર ૧પ જુન સુધી બંધ રહેશે. તેમજ ચર્ચ, હવેલી, મહાપ્રભુજી બેઠક પણ ખુલી જશે તેવી જાહેરાત કરવામાં આવી છે. દરેક મંદિરોમાં સોશ્યલ ડિસ્ટન્સની વ્યવસ્થા મુજબ લોકોને દર્શન માટે ભગવાનનાં દ્વાર ખુલી રહ્યાં છે. દર શુક્રવારે હવે જુમ્મા મસ્જીદો તથા શહેરની મસ્જીદો પણ ખુલી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!