દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત : રપ,૦૦૦ થી વધુ અર્ધલશ્કરી દળો અને પોલીસ જવાનો તૈનાત

દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત : રપ,૦૦૦ થી વધુ અર્ધલશ્કરી દળો અને પોલીસ જવાનો તૈનાત

(એજન્સી)   નવી દિલ્હી, તા.૧૬
દેશના મુખ્ય ચુંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારની બરતરફી તથા SIR પ્રક્રિયામાં સુધાર સહિતની માંગણી સાથે આજે કોકરોચ જનતા પાર્ટીના આંદોલન પુર્વે જ હવે દિલ્હીના અતિ વ્યસ્ત કોનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કના ‘તિરંગા-યાત્રા‘ને રોકવા ૨૫૦૦૦થી વધુ અર્ધલશ્કરી દળો પોલીસ જવાનોને ખડકી દેવાયા છે.
એક તરફ દિલ્હી પોલીસે આજ તથા કાલ માટે આ ક્ષેત્રમાં કલમ ૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે તથા લોકોને સેન્ટ્રલ પાર્ક નહી આપવા અપીલ કરી છે તો બીજી તરફ અહી કિલ્લેબંધી કરી છે તથા સીસીટીવી પણ ગોઠવીને તથા ડ્રોનથી પરીસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
કોકરોચ જનતા પાર્ટીએ દિલ્હીમાં લહેરા-દો-તિરંગાનું આહવાન આપ્યુ છે પણ બપોરે ત્રણ વાગ્યે યોજાનારી આ યાત્રાને સફળ નહી થવા દેવા સરકારે તમામ તાકાત કામે લગાડી છે. બીજી બાજુ મુંબઈ-બેંગ્લોર સહિતના મહાનગરોમાં પણ કોકરોચ જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તિરંગા યાત્રા યોજે તેવા સંકેત છે.