ગૌતમ ગંભીરના જવાબે બધાને ચોંકાવ્યા આપણે હાલ શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પત્રકારોએ ગંભીરને પૂછ્યું કે શું કોહલી અને રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે

ગૌતમ ગંભીરના જવાબે બધાને ચોંકાવ્યા આપણે હાલ શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે
Firstpost

(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૧૦
ભારતે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ODI સિરીઝ ૨-૧થી જીતી લીધી છે. આ ODI શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું. ODI સિરીઝમાં ભારતની જીત પછી મુખ્ય કોચ ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પત્રકારોએ ગંભીરને પૂછ્યું કે શું વિરાટ કોહલી અને રોહિત શર્મા ૨૦૨૭ વર્લ્ડ કપમાં રમશે.  ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "સૌ પ્રથમ, તમારે સમજવું પડશે કે 2027 ODI વર્લ્ડ કપ હજુ બે વર્ષ દૂર છે. આપણે હાલ શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ટીમમાં આવતા યુવા ખેલાડીઓએ તેમની તકોનો લાભ લેવો જાેઈએ." ગૌતમ ગંભીરે વધુમાં કહ્યું, "તેઓ (વિરાટ કોહલી અને રોહિત શર્મા) વિશ્વ કક્ષાના ખેલાડીઓ છે અને ડ્રેસિંગ રૂમમાં તેમનો અનુભવ જરૂરી છે. તેઓ લાંબા સમયથી આ કરી રહ્યા છે. આશા છે કે, તેઓ આમ કરવાનું ચાલુ રાખશે, જે ૫૦-ઓવરના ફોર્મેટમાં મહત્વપૂર્ણ રહેશે." ટેસ્ટ અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે ફક્ત વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ રમે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી સતત વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. ૩૮ વર્ષીય રોહિત શર્મા વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેસ્ટ ફોર્મમાં છે. રોહિત શર્માએ તેની છેલ્લી પાંચ ODI ઇનિંગ્સમાં ૩૪૦ રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન રોહિત શર્માનો સર્વોચ્ચ સ્કોર ૧૨૧ રન અણનમ છે. વિરાટ કોહલીનું પ્રદર્શન વધુ પ્રભાવશાળી રહ્યું છે. વિરાટ કોહલીએ તેની છેલ્લી પાંચ વનડે ઇનિંગ્સમાં ૩૭૬ રન બનાવ્યા છે, જેમાં બે સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર ૧૩૫ છે.