ઈરાન-અમેરીકા યુધ્ધ ટળી ગયું  : બન્ને દેશો વાટાઘાટો માટે સંમત

ઈરાન-અમેરીકા યુધ્ધ ટળી ગયું  : બન્ને દેશો વાટાઘાટો માટે સંમત

વોશિંગ્ટન/તેહરાન,તા.૦૩: ઈરાન અને અમેરિકા તુર્કીમાં પરમાણુ વાટાઘાટો પુન: શરૂ કરવા માટે તૈયાર થયા છે. રોઇટર્સે સોમવારે ઈરાની અને અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે. સાઉદી અરેબિયા, ઇજિપ્ત, કતાર અને સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં હાજરી આપશે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત, સ્ટીવ વિટકોફ અને ઈરાની વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચી ૬ ફેબ્રુઆરીએ ઇસ્તંબુલમાં મળશે.
આ બેઠકનો હેતુ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર રાજદ્વારી વાટાઘાટો પુન:જીવિત કરવાનો અને પ્રાદેશિક યુદ્ધનું જોખમ ઘટાડવાનો છે. તુર્કી અને અન્ય પ્રાદેશિક દેશો અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસોમાં રોકાયેલા છે. ઈરાન નજીક અમેરિકાની વધતી જતી લશ્કરી હાજરી વચ્ચે તણાવ વધી રહ્યો છે.