અયોધ્યામાં ૧૦મા દિપોત્સવની તડામાર તૈયારી : ૩૦ લાખ દિવાઓથી ઝગમગાટ કરાશે : વર્લ્ડ રેકોર્ડ બનશે
(એજન્સી) અયોધ્યા, તા. ૭
અયોધ્યામાં દિવાળીનાં પર્વ પૂર્વે યોજાઈ રહેલાં ૧૦મા દીપોત્સવ-૨૦૨૬ની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આ વર્ષે અયોધ્યામાં ૩૦ લાખથી વધુ માટીના દીવા પ્રજવલિત કરીને એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સરયુ નદીના ૫૬ ઘાટોને દીવાઓની રોશનીથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર રામનગરી રોશનીના મહાસાગરમાં પરિવતિર્ત થઈ જશે. આ ઐતિહાસિક ક્ષણને કેમેરામાં કેપ્ચર કરવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટીમ પણ ખાસ અયોધ્યા પહોંચી ગઈ છે.
આ ઐતિહાસિક દીપોત્સવ સમારોહમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહેશે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.


