શાળા, કોલજાે, હોસ્પિટલોમાંથી રખડતા કુતરાઓને હટાવો : સુપ્રિમ કોર્ટનો આદેશ
(એજન્સી) નવી દિલ્હી તા.૦૭
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ સાથે જોડાયેલા એક કેસમાં કહ્યું કે, રાજસ્થાન હાઈકોર્ટનો ર્નિણય સમગ્ર દેશમાં લાગુ
થશે. બધા સ્ટેટ અને નેશનલ હાઈવે પરથી રખડતા પશુઓને હટાવવામાં આવે. રખડતા કૂતરાઓથી નિપટવા માટે હોસ્પિટલો, સ્કૂલો અને કોલેજ કેમ્પસમાં વાડ લગાવો.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બધા રાજ્યોના મુખ્ય સચિવ આ નિર્દેશોનું કડક રીતે પાલન કરાવશે. સ્ટેટસ રિપોર્ટ અને સોગંદનામું ૩ અઠવાડિયામાં દાખલ કરવામાં આવે. આ કેસમાં આગામી સુનાવણી હવે ૧૩ જાન્યુઆરીના રોજ થશે.
૩ મહિના પહેલાં રાજસ્થાન હાઈકોર્ટે જવાબદાર સરકારી એજન્સીઓને રસ્તાઓ પરથી રખડતા જાનવરોને હટાવવાનો આદેશ આપ્યો હતો. કહ્યું હતું કે કાર્યવાહીને અસર કરનારાઓ વિરુદ્ધ હ્લૈંઇ પણ થશે.


