ભારતની અભૂતપૂર્વ સિધ્ધી : ટ્રેનમાંથી અગ્નિ મિસાઈલનું સફળ પરીક્ષણ
દુશ્મન પર ગમે ત્યાંથી ગમે ત્યારે પ્રહાર કરી શકાશે : રેલ નેટવર્ક મારફત મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતાથી ભારતની સંરક્ષણ તાકાતમાં અનેકગણો વધારો
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫:
ભારતમાં પહેલી વાર ટ્રેનમાંથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. સંરક્ષણ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે અત્યારસુધી નિશ્ચિત સ્થળોએથી જ મિસાઈલ છોડી શકાતી હતી. હવે પ્રથમ વખત ભારતે નવી સિદ્ધિ હાંસલ કરી છે. રેલ નેટવર્ક મારફત મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતાથી ભારતની મિસાઈલ તાકાતમાં અનેકગણો વધારો થશે.સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આજે એક ટ્વિટ દ્વારા આ માહિતી શેર કરી. સંરક્ષણ પ્રધાને લખ્યું, ‘ભારતે રેલ-આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમથી મધ્યમ-અંતરની અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ આગામી પેઢીની મિસાઇલ ૨,૦૦૦ કિલોમીટર સુધીની રેન્જ માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તે અનેક અદ્યતન સુવિધાઓથી સજ્જ છે.‘ સંરક્ષણ નિષ્ણાતો માને છે કે રેલ-આધારિત મોબાઇલ લોન્ચર સિસ્ટમ દેશની વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતાઓમાં એક મુખ્ય સીમાચિન્હરૂપ સાબિત થશે.
સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે આજનું પરીક્ષણ ખાસ ડિઝાઇન કરાયેલ રેલ-આધારિત મોબાઇલ લોન્ચરથી તેના પ્રકારનું પ્રથમ હતું. તે કોઈપણ પૂર્વશરતો વિના રેલ નેટવર્ક પર કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. તેનાથી વપરાશકર્તાઓને દેશભરમાં ગતિશીલતા મળે છે અને ઓછી દૃશ્યતામાં પણ ઓછા પ્રતિક્રિયા સમય સાથે પરીક્ષણની મંજૂરી મળે છે.
સંરક્ષણ મંત્રીએ મધ્યમ-અંતરની અગ્નિ-પ્રાઇમ મિસાઇલના સફળ ઉડાન પરીક્ષણ બદલ ડ્ઢઇર્ડ્ઢં, સ્ટ્રેટેજિક ફોસિર્સ કમાન્ડ (જીહ્લઝ્ર) અને સશષા દળોને અભિનંદન આપ્યા. આ સફળ ઉડાન પરીક્ષણથી ભારત એવા દેશોના પસંદગીના જૂથમાં સ્થાન પામ્યું છે જે મોબાઇલ રેલ નેટવર્કમાંથી કેનિસ્ટરાઇઝ્ડ
લોન્ચ સિસ્ટમ વિકસાવવાની ક્ષમતા ધરાવે છે.
અગ્નિ-પ્રાઇમ એ અગ્નિ શ્રેણીની મિસાઇલોનું પરમાણુ-સક્ષમ, નવી પેઢીનું અદ્યતન સંસ્કરણ છે. તે બે-તબક્કાની કેનિસ્ટર મિસાઇલ છે. તેની મહત્તમ રેન્જ ૧,૦૦૦ થી ૨,૦૦૦ કિલોમીટર છે. તે અગાઉની બધી અગ્નિ શ્રેણીની મિસાઇલો કરતાં હળવી છે.


