દિલ્હી બન્યું ગેસ ચેમ્બર : સ્થિતિ બેકાબુ
રાષ્ટ્રીય રાજધાનીમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ (AQI) અત્યંત ગંભીર શ્રેણી પ૦૦ના સ્તરને પાર : અનેક વિસ્તારોમાં વિઝીબીલીટી લગભગ શૂન્ય : પરિસ્થિતિ અત્યંત ગંભીર : લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, માથાના દુ:ખાવાની વ્યાપક સમસ્યા
(એજન્સી) નવી દિલ્હી તા.૧પ
ધીમી હવા અને ખરાબ હવામાનને કારણે દિલ્હી સતત ત્રીજા દિવસે પણ ગંભીર પ્રદુષણની ઝપટમાં આવી ગયુ છે જેથી સમગ્ર શહેર જાણે ગેસ ચેમ્બર બની ગયુ છે. વિઝીબીલીટી એટલી હદે ઘટી ગઈ છે. તેથી એવુ લાગે છે કે પુરૂ દિલ્હી અદ્રશ્ય થઈ ગયુ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સરેરાશ એકયુઆઈ ૪૫૬ નોંધાયું છે. જયારે જહાંગીરપુરી સહીત અનેક વિસ્તારોમાં એકયુઆઈ ખતરનાક ૫૦૦ ના સ્તરે પહોંચ્યું છે.
રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારની સવાર ગાઢ ઘુમ્મસથી શરૂ થઈ હતી. શહેરમાં ઝેરીલા ઘુમ્મસનું મોટુ પડ છવાઈ ગયુ હતું જેથી વિઝીબીલીટીનું સ્તર ખુબ જ ઘટી ગયુ છે. આ કારણે રસ્તા પર ગાડીઓ ધીમે-ધીમે ચાલતી દેખાઈ હતી. જયારે એરપોર્ટ પર વિઝીબીલીટી ઓછી હોવાના કારણે ઉડાનો પર તેની અસર પડી શકે છે. જેને જો ઈન્ડીગોએ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. પાલમમાં વિઝીબીલીટી ૫૦ મીટર નોંધાઈ છે. નવી દિલ્હીના અશોક વિહાર-૫૦૦, રોહિણી-૫૦૦, જહાંગીરપુરી-૫૦૦ અને વઝીરપુર-૫૦૦... દિલ્હીમાં આ છઊૈં સ્તર ચિતાજનક છે. આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. દિલ્હીમાં ઠંડી વધતાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (છઊૈં) સ્તર પણ વધી રહ્યું છે. દિલ્હી ધુમ્મસની ચાદરમાં ઢંકાયેલું છે. દ્રશ્યતા ૩ મીટરથી ઓછી છે. સોમવારે સવારે ૬ વાગ્યે, દિલ્હીના ઘણા વિસ્તારોમાં છઊૈં સ્તર ૫૦૦ પર પહોંચી ગયું. રાષ્ટ્રીય રાજધાનીમાં આજે સવારે સરેરાશ છઊૈં ૪૫૬ નોંધાયું હતું, જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. પરિણામે, લોકોને બહાર શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. લોકો આંખોમાં બળતરા અને માથાના દુખાવાથી પીડાઈ રહ્યા છે. દિલ્હીમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી નથી.
વધુમાં, લગભગ સમગ્ર દિલ્હીમાં છઊૈં સ્તર ૪૦૦ થી ઉપર પહોંચી ગયું છે. આ પરિસ્થિતિ એવી છે કે લોકો તેમના ઘરોમાં પણ ઝેરી હવાનો ભોગ બની શકે છે. આજે સવારે ૬ વાગ્યે, દિલ્હીમાં છઊૈં સ્તર આનંદ વિહારમાં ૪૯૩, નેહરુ નગરમાં ૪૮૯, ઓખલામાં ૪૮૩, આરકે પુરમમાં ૪૮૩ અને વિવેક વિહારમાં ૪૯૩ નોંધાયું હતું.


