સગીર વયની કિશોરીના અપહરણની કોશિષના ગુનામાં નાસતો ફરતો આરોપી વેરાવળથી ઝડપાયો

સગીર વયની કિશોરીના અપહરણની કોશિષના ગુનામાં નાસતો ફરતો આરોપી વેરાવળથી ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા. ર૯
ઉના શહેરમાં ગત તા.૨૪/૧/૨૬ ના વહેલી સવારે લાયબ્રેરી ચોક પાસે દૂધ લેવા જતી ધોરણ સાતમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને પાછળથી આવી ઊના કોર્ટ વિસ્તારમાં રહેતો અસલમ મુનીર મેહબૂબભાઈ બેલીમ (ઉ.વ.૩૦) રે. ઊનાએ કિશોરીને મોઢે હાથથી ડૂચો દઈ અપહરણ કરવાની કોશિષ કરી હતી પરંતુ કિશોરીએ હિંમત પૂર્વક સામનો કરી રાડારાડી કરતા યુવક નાસી ગયો હતો. અને ઉના પોલીસ ઇન્સ્પેટર ચૌહાણએ સી.સી.ટી.વી.ના ફૂટેજ કબ્જે કરી આરોપીની ઓળખ મેળવી કિશોરીના પિતાને બોલાવી અપહરણ અને પોસ્કોની ફરિયાદ નોંધી હતી.  જે અંગે ગીર સોમનાથ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર રાજપૂતના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સિંધવ, જેબલિયા,  અશોક મોરી, રવિ ગોહિલ, સંદીપસિંહ ઝંનકાટ તથા સ્ટાફે હ્યુમન સોર્સથી બાતમી મેળવી આરોપી અસલમ મુનીર મેહબૂબભાઈ બેલીમ વેરાવળમાં હોય તેને દબોચી લઈ પકડી લીધો હતો અને ઉના પોલીસને અપહરણ અને પોસ્કોના ગુનામાં નાસતો ફરતો આરોપી સોંપેલ હતો. પોલીસે આરોપીનો કબજાે લઈ તપાસ શરૂ કરી છે.