BAPS સ્વામિનારાયણ મંદિરમાં દીપાવલી અને અન્નકૂટ ઉત્સવ ઉજવાશે
જૂનાગઢ તા. ૭
જૂનાગઢ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર દીપાવલી પર્વ અને નૂતન વર્ષ નિમિત્તે વિવિધ ધામિર્ક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિરને આકર્ષક રોશની, દીવડાઓ અને સુંદર સજાવટથી શણગારવામાં આવ્યું છે. ભગવાનનાં દિવ્ય દર્શન સાથે ભક્તોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઉત્સવના મુખ્ય આકર્ષણરૂપે ભગવાન સમક્ષ વિવિધ મીઠાઈઓ, ફરસાણ અને અનેકવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે. અન્નકૂટની સુંદર ગોઠવણી અને રંગબેરંગી સજાવટ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. કાર્યક્રમમાં પૂજ્ય નારાયણમુનિ સ્વામીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. ઉત્સવના મુખ્ય કાર્યક્રમો અંતર્ગત આજે કાળી ચૌદશ નીમિતે હનુમાનજી પૂજન – સાંજે ૬:૩૦ કલાકે. દીપાવલી: ચોપડા પૂજન – સાંજે ૪:૦૦ કલાકે. દીપોત્સવ મહાઆરતી તથા આતશબાજી – સાંજે ૬:૦૦ કલાકે. નૂતન વર્ષ: મંગળા આરતી સવારે ૪:૩૦ કલાકે, શણગાર આરતી સવારે ૮:૩૦ કલાકે, અન્નકૂટ શણગાર તથા આરતી અને અન્નકૂટ દર્શન સવારે ૧૦:૩૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી. આ સમગ્ર ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાઈ ભગવાનનાં દર્શનનો લાભ લેશે. ઉત્સવ દ્વારા ભક્તિ, સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપવામાં આવશે તેમ એક યાદીમાં જણાવેલ છે.


