ગિરનાર સ્પર્ધાનું RFID ટેકનોલોજીથી પારદર્શક રીતે તૈયાર થતું પરિણામ
જૂનાગઢ તા.ર
ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું પરિણામ પારદર્શક રીતે તૈયાર કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, આરએફઆઈડી ટેકનોલોજી અને અદ્યતન સોફ્ટવેરના માધ્યમથી સંપૂર્ણ રીતે પારદશિર્તા સાથે નિષ્પક્ષ તથા વિશ્વસનીયતામાં ખરૂ ઉતરતું પરિણામ જાહેર કરવામાં આવે છે. આ પરિણામ નહીવત માનવીય હસ્તક્ષેપ સાથે અને સમય બદ્ધ રીતે તૈયાર થાય છે. આ માટે એન.આઇ.સી.ની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે, નેશનલ ઇન્ફર્મેટીક્સ ઓફિસર શ્રી ભુવનેશ્વર બુડગયાના માર્ગદર્શન મુજબ હિતેશ ટાંક અને શાયર રાઠોડ દ્વારા જરૂરી ટેકનિકલ સપોર્ટ આપવામાં આવ્યો હતો.


