કુવૈત, બહેરીનમાં આવેલા અમેરીકી સૈન્ય મથકો પર ઈરાનનો હુમલો

કુવૈત, બહેરીનમાં આવેલા અમેરીકી સૈન્ય મથકો પર ઈરાનનો હુમલો

(એજન્સી)          તેહરાન તા.૧૯
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. ઈરાને બુધવારે કુવૈતમાં આવેલા એક અમેરિકી હવાઈ મથક અને બહેરીનમાં આવેલા અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યાં છે.
ઈરાનના સરકારી પ્રેસ ટીવીએ જણાવ્યું કે, આ હુમલા અમેરિકાએ મંગળવારે ઈરાનના કેશ્મ ટાપુ પર કરેલી સૈન્ય કાર્યવાહીનો જવાબ હતા. જોકે, કુવૈતી સેનાના જનરલ સ્ટાફે જણાવ્યું કે, કુવૈતમાં આવેલા અલી અલ સાલેમ એર બેઝને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. તમામ હુમલાઓને હવાઈ સંરક્ષણ પ્રણાલીએ નિષ્ફળ બનાવ્યા હતા.
બીજી તરફ, બહેરીનમાં બુધવારે સવારે હવાઈ હુમલાના સાયરન વાગ્યા હતા. સેનાએ જણાવ્યું કે, તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ ઈરાનના અનેક હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.