પાક.માં હાફીઝની નજીકના આતંકીની સરાજાહેર હત્યા
(એજન્સી) લાહોર તા.૧
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગઈકાલે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના ૨૮ વર્ષીય આતંકી શેખ મુજાહિદની ગોળી મારીને હત્યા કરાઈ હતી. જો કે પોલીસે દાવો કર્યો છે કે તેનો લશ્કર સાથે કોઈ સંબંધ નહોતો. આ ઘટના કસૂટ જીલ્લામાં કોટ રાધા કિશનમાં બની હતી. બે જૂથ વચ્ચે અથડામણ દરમિયાન શેખ મુજાહિદને ગોળી વાગી હતી. શેખ મુજાહિદને આતંકી હાફીઝ સઈદની નજીકનો માનવામાં આવે છે. પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પર ૨૦થી વધુ શંકાસ્પદો સામે કેસ દાખલ કર્યો છે.


