અદાણી પોર્ટે એક માસમાં ૨૫,૭૬૨ કાર નિકાસ કરી ઐતિહાસિક રેકોર્ડ કર્યો
લિક્વિડ ટર્મિનલે જાન્યુઆરી ૨૦૨૫માં૧.૧૨૦ MMT (મિલિયન મેટ્રિક ટન) કાર્ગો હેન્ડલ કરીને નવો રેકોર્ડ નોંધાવ્યો.
મુન્દ્રા, તા. ૪
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના મુન્દ્રા પોર્ટે ઓટોમોબાઇલ નિકાસ ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે.
પોર્ટના ઑટોમોબાઇલ એક્સપોર્ટ માટેના RoRo (Roll-on/Roll-off) ટર્મિનલ AMCT (CT2)એ જાન્યુઆરી ૨૦૨૬માં ૨૫,૭૬૨ કારની નિકાસ કરીને માસિક સર્વાધિક રેકોર્ડ નોંધાવ્યો છે. આ અગાઉના મે ૨૦૨૪ના ૨૪,૪૮૯ કારના રેકોર્ડને વટાવી દીધો છે. આ ઉપરાંત, એક જ જહાજમાં૫,૭૦૧ કારહેન્ડલ કરીને પણ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, જે નવેમ્બર ૨૦૨૫માં થયેલા ૫,૬૨૨ કારના અગાઉના બેન્ચમાર્કને પાર કરે છે. આ ઓપરેશન દરમિયાન સુરક્ષા, સલામતી અને કાર્યક્ષમતાના ઉચ્ચતમ ધોરણો જાળવી રાખીને યાર્ડથી જહાજ સુધી કારનું સરળ પરિવહન કરવામાં આવ્યું હતું. આ અસાધારણ સિદ્ધિ અદાણી પોર્ટની ઓપરેશનલ શ્રેષ્ઠતા, ટીમના સમર્પણ, ભાગીદારોના સંકલન અને અવિરત મહેનતનું પરિણામ છે. મુન્દ્રા પોર્ટની અદ્વિતીય Ro-Ro સુવિધાઓ દ્વારા ભારતમાં ઉત્પાદિત કારોસાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ, ફ્રાન્સ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, જાપાન, મોરેશિયસ અને ગલ્ફદેશો સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચી રહી છે. આ વધતી નિકાસે મુન્દ્રાને ભારતના ઓટોમોબાઇલ નિકાસ માટે મુખ્ય હબ તરીકે સ્થાપિત કર્યું છે અને ભારતીય ઓટોમોબાઇલ ઉદ્યોગની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને મજબૂત બનાવી છે. આ સાથે જ, મુન્દ્રા લિક્વિડ ટર્મિનલે પણ જાન્યુઆરી ૨૦૨૫માં૧.૧૨૦ MMT(મિલિયન મેટ્રિક ટન) કાર્ગો હેન્ડલ કરીને નવો રેકોર્ડ નોંધાવ્યો છે, જે ડિસેમ્બર ૨૦૨૫ના ૧.૦૩૬ MMTના અગાઉના રેકોર્ડને વટાવે છે. આ સિદ્ધિ પોર્ટની વૈવિધ્યસભર કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા અને લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી દર્શાવે છે. અદાણી પોર્ટ્સના મુન્દ્રા પોર્ટે ભારતના વેપાર અને નિકાસ વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને આવનારા સમયમાં વધુ નવા માઇલસ્ટોન હાંસલ કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.


