સુરતની જેલમાં કેદ નારાયણ સાંઈ ને મળ્યા શરતી જામીન.

સુરતની જેલમાં કેદ નારાયણ સાંઈ ને મળ્યા શરતી જામીન.
THE HINDU

બળાત્કારના ગુનામાં સુરતની જેલમાં કેદ નારાયણ સાંઈએ બીમાર માતાને મળવા હાઇકોર્ટમાં 45 દિવસની જામીન અરજી કરેલી જેની સુનવણીમાં હાઇકોર્ટે ફક્ત 5 જ દિવસના શરતી જમીન મંજુર કરેલ છે. આ શરતી જામીન અનુસાર મુજબ નારાયણ સાંઈ આશારામ કે પોતાના એકપણ અનુયાયીને મળી નહી શકે તેમજ તેઓ પોતાની માતાના ઘર સિવાય અન્ય કોઈના ઘરે પણ રહી નહી શકે.  

નારાયણ સાંઈ ડીસેમ્બર 2013 થી જેલમાં કેદ છે જેમને 30 એપ્રિલ 2019 ના રોજ સુરતની સેન્શન કોર્ટે કાયદાની કલમ 354, 376(n), 376(2)(f), 376(k), 377, 504 અને કલમ 506(2) મુજબ દોષિત ગણીને આજીવન કેદની સજા ફટકારી હતી.