ગુરૂપૂણિર્માં પર્વે દાદાને રિયલ ડાયમંડ જડિત સુવર્ણ વાઘા, સેવંતી-ગલગોટાના મિક્સ ફુલનો દિવ્ય શણગાર એવં સદ્દગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન કરાયું
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.29
શ્રીસ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી ગુરૂપૂણિર્માએવં વ્યાસપૂણિર્મા નિમિત્તેપર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી. તા.29-7-2026ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દાદાનેઅંદાજે 8 કિલો શુદ્ધ સોના, સાચા હીરા અને રત્નોથી બનેલા સાથે રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણા અને એન્ટીક વર્કવાળા સુવર્ણવાઘા ધરવામાં આવ્યા હતા. દાદાના સિંહાસને સેવંતી, ગુલાબ અને ગલગોટાના મિકસ ફુલનો દિવ્ય શણગાર કરાયો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને મોહનથાળનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. અનેક ભક્તો દ્વારા દાદાને ધજા અર્પણ કારાવાઈ હતી. આ અનેરા દર્શનનો લાભ હજારો ભક્તોએ ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ. ગુરૂપૂણિર્માં સવારે 6:30 થી 7 કલાક દરમિયાન સદ્ગુરૂશ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન-અર્ચનકરી સદ્ગુરુશ્રી ગોપાળાનંદ સ્વામીની આરતી પ.પૂ. નારાયણમુની સ્વામી એવં હૃદયસ્વામી દ્વારાઆરતી કરવામાં આવી હતી,મંદિરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ગુરૂપૂણિર્મા પર્વની હાદિર્ક શુભકામના પાઠવી હતી. મંદિરમાં સાંજે 4:30 કલાકે શ્રીકષ્ટભંજનદેવનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યુ છે.


