બસમાં ખોવાયેલું રૂા.૩૪ હજારનું એપલ ટેબલેટ શોધી યાત્રીને પરત કરતી વિરપુર પોલીસ

સોમનાથથી ઉત્તરાખંડ જતાં યાત્રીનું ટેબલેટ વિરપુર ખાતે બસ બદલતી વખતે ખોવાયું હતું : ખાનગી બસને ટ્રેસ કરી પોલીસે ટેબલેટ શોધી કાઢ્યું

બસમાં ખોવાયેલું રૂા.૩૪ હજારનું એપલ ટેબલેટ શોધી યાત્રીને પરત કરતી વિરપુર પોલીસ

(પ્રતિનિધિ દ્વારા)
વીરપુર તા.૧ર
યાત્રાધામ વિરપુર (જલારામ) પોલીસ સ્ટેશનની ટીમે બસમાં ખોવાયેલું રૂા.૩૪,૦૦૦ની કિંમતનું એપલ કંપનીનું ટેબલેટ શોધી કાઢી મૂળ માલિક યાત્રીને પરત કરી “તેરા તુજકો અર્પણ”ની સરાહનીય કામગીરી કરી હતી. રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલિર્પ્ત રાય તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન અને જેતપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રોહિતસિંહ ડોડીયાની સૂચના હેઠળ વિરપુર પો.સ્ટે.ના પીઆઈ એસ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, એક યાત્રી સોમનાથ ખાતે ફરવા આવ્યા બાદ ખાનગી બસ મારફતે પોતાના વતન ઉત્તરાખંડ જઈ રહ્યા હતા. દરમિયાન વિરપુર ખાતે બસ બદલવાની હતી. તે સમયે તેમનું એપલ ટેબલેટ બસમાં ખોવાઈ ગયું હોવાનું જણાતા તેમણે વિરપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આ અંગે પીઆઈ એસ.જી. રાઠોડની સૂચના મુજબ યુએચસી ગિરિરાજભાઈ અશોકભાઈ વાઘેલા તથા એએચસી રામજીભાઈ મનસુખભાઈ ગરેજા દ્વારા ખાનગી બસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પોલીસ ટીમે બસને ટ્રેસ કરી ખોવાયેલું એપલ ટેબલેટ શોધી કાઢ્યું હતું. બાદમાં રૂા.૩૪,૦૦૦ની કિંમતનું ટેબલેટ મૂળ માલિક યાત્રીને પરત સોંપી “તેરા તુજકો અર્પણ”ની કામગીરી કરવામાં આવી હતી. કામગીરી કરનાર પોલીસ ટીમમાં પીઆઈ એસ.જી. રાઠોડ, એએસઆઈ નેહાબેન નરેશભાઈ જોટાણીયા, યુએચસી ગિરિરાજભાઈ અશોકભાઈ વાઘેલા, એએચસી રામજીભાઈ મનસુખભાઈ ગરેજા સહિત જોડાયા હતા.