રાવલ નજીક ૧૪ ટન બેલા સાથે ટ્રક ઝડપાયો
દ્વારકા તા.૩૧
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ નજીક ગઈકાલે દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.ની ટીમે ૧૪ ટન બેલા ભરીને જતા ટ્રકને પકડી પાડયો છે. રોયલ્ટી વગર જ જઈ રહેલ ટ્રક નં. GJ-8 W 106 અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે. તેની તલાશી લેતાં આ ટ્રકમાંથી પરમીટ વગર કે રોયલ્ટી ચૂકવ્યા વગર લઈ જવાતા સફેદ પથ્થર (બેલા) મળી આવ્યા હતા. ૧૪ ટન વજનના બેલા અને ટ્રકને કબ્જે કરાયો હતો.


