કુતિયાણાના અપહરણ અને પોકસોના ગુનામાં ૧૦ વર્ષથી ફરાર બિહારી આરોપીને દિલ્હીથી દબોચી લેતી પોરબંદર એલ.સી.બી.

કુતિયાણાના અપહરણ અને પોકસોના ગુનામાં ૧૦ વર્ષથી ફરાર બિહારી આરોપીને દિલ્હીથી દબોચી લેતી પોરબંદર એલ.સી.બી.

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૦
જૂનાગઢ રેંજના પોલીસ મહા નિરીક્ષક નિલેશ જાજડીયા (આઇપીએસ) તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા (આઇપીએસ)નાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા  સુચના કરેલ. કુતિયાણા પોલીસ સ્ટેશનના ગુના રજીસ્ટર નંબર ફસ્ટ- ૪૭/ ૨૦૧૫ આઈ પી સી કલમ ૩૬૩, ૨૬૬, ૩૭૬, ૧૧૪ તથા પોકસો એકટની કલમ ૪, ૬, ૮ મુજબનો ગુનો સને ૨૦૧૫ હતો. સદરહુ ગુન્હામાં આરોપી અનુપમ વિલાસ પાસવાન, રહે. સુખાની ગામ કિશનગંજ, મેઘપુર બિહાર વાળાએ સગીર વયની દીકરીનું અપહરણ કરી બિહાર ખાતે પોતાના વતનમાં લઈ ગયેલ હોય જેથી પોરબંદર પોલીસ દ્વારા બિહાર ખાતેથી તપાસમાં જઈ ભોગ બનનાર ફરિયાદીને સગીર વયની દીકરીને લઈ આવેલ હતી. સગીર વયની ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરતા આરોપીએ ભોગ બનનાર સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધેલ હોવાનું જણાવેલ હતું. કુતિયાણા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોકસોના ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ઉકત ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના એ ધ્યાને લઈને એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાનાઓના માર્ગદર્શન મુજબ ઉપરોક્ત ગુનાના આરોપીને શોધી કાઢવા માટે પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરા એ સદર કેસના કેસ કાગળોનો અભ્યાસ કરી ફળદાયક માહિતી મેળવી તે માહિતી પર એ.એસ.આઈ. રાજેન્દ્રભાઈ જાેશી તથા હેડ કોસ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા તથા વુમન હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડીયાનાઓએ ટેકનિકલ વર્ક કરી માહિતી મેળવેલ કે સદર ગુનાનો ગેજેટ પ્રસિદ્ધ છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો આરોપી અનુપમ બિલાસ પાસવાન રહે સુખાની ગામ કિશન ગંજ, મેઘપુર બિહાર હાલ દિલ્હી ખાતે મજૂરી કરતો હોય તેવી માહિતી મળે હોય જે હકીકત આધારે એ.એસ.આઇ. મુકેશભાઈ માવદીયા તથા પોલીસ કોસ્ટેબલ વિરેન્દ્રસિંહ પરમાર તથા નટવરભાઈ ઓડેદરા  હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા આરોપી અનુપમ સ/ઓ બીલાસ સ/ઓ ગણેશ પાસવાન ઉંમર વર્ષ ૩૦ રહે, સુખ અને ગામ પોસ્ટે પંચાયત ખાડા કિશન ગંજ થાણા, મેઘપુર બિહાર વાળો મળી આવતા મજકુર આરોપીને ઉપરોક્ત ગુનહાને કામે વધુ પૂછપરછ અર્થે હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા માટે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાંબરીયા તથા એ.એસ.આઇ રાજેન્દ્રભાઈ જાેશી, બટુકભાઈ વિંઝુડા, ગોવિંદભાઈ મકવાણા, રણજીતસિંહ દાયાતર, મુકેશભાઈ માવદીયા તથા હેડ કોસ્ટેબલ ઉદયભાઇ વરૂ, સલીમભાઈ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ ઝાલા, હિમાંશુભાઈ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ ઓડેદરા, જીતુભાઈ દાસા, વુમન હેડ કોસ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોસ્ટેબલ નટવરભાઈ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઈ ચૌહાણ તથા ડ્રાઇવર પોલીસ કોસ્ટેબલ ગોવિંદભાઈ માળીયા અને રોહિતભાઈ વસાવા વિગેરે 
રોકાયેલા હતા.